ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 7 એપ્રિલ 2021.
બુધવાર
એક તરફ ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને મહારાષ્ટ્ર સરકાર દિલ્હી ખાતે કોર્ટના ધક્કા ખાઇ રહી છે. ત્યારે બીજી તરફ મુંબઈમાં પહોંચેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન ટીમ પોતાની તપાસ ઝપાટાભેર આગળ વધારી રહી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ એનઆઈએ પાસે માગણી મૂકી હતી કે તેમને સચિન વાઝે નું નિવેદન લેવાની પરવાનગી આપવામાં આવે. આ સંદર્ભે એનઆઈએ એ પરવાનગી આપી દીધી છે.
પરવાનગી આપતા સમયે કોર્ટે એક વાત સ્પષ્ટ કરી છે કે એનઆઈએ અને સીબીઆઈ એકબીજાની સાથે તપાસના સમય સંદર્ભે કોઓર્ડીનેટ કરી લે.
આમ સીબીઆઇની તપાસ કરતી રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર અને અનિલ દેશમુખ સુપ્રીમ કોર્ટના ધક્કા ખાઇ રહ્યા છે ત્યારે બીજી તરફ સીબીઆઈ તપાસ પુરી કરી નાખશે. તેમજ પંદર દિવસની અંદર પોતાનો રિપોર્ટ કોર્ટ સામે મૂકી દેશે. ત્યારબાદ મોજુદા સરકાર આબાદ સપડાશે.