Site icon

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને જામીન તો મળ્યાં પરંતુ, લાલુની મુક્તિ રોકવા સીબીઆઈ સુપ્રીમમાં જશે.. જાણો વિગત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

31 ઓક્ટોબર 2020

લાલુપ્રસાદ યાદવ વિવિધ યોજનાઓમાં કૌભાંડ આચરવા બાદલ હાલ જેલમાં સજા કાપી રહયાં છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર નીકળવા માટે હાઇકોર્ટની શરણમાં પહોંચ્યા છે. તો બીજી તરફ સીબીઆઇ તેમની મુક્તિને રોકવા માટે સુપ્રીમ કોર્ટની શરણમાં જઇ શકે છે. લાલુ પ્રસાદને ઝારખંડ હાઇકોર્ટ તરફથી ચાઇબાસા કોષાગારમાંથી રકમ ઉપાડવાના કેસમાં જામીન મળી ચુક્યા છે. પરંતુ તેની સુનાવણી દરમિયાન સીબીઆઇનું કહેવું હતુ કે લાલુ પ્રસાદે આ કેસમાં એક દિવસ પણ જેલમાં વિતાવ્યો નથી.

સીબીઆઇએ સીઆરપીસીની કલમ-427નો હવાલો આપ્યો હતો. તેના અંતર્ગત કોઇને એક જેવા કેસમાં ઘણી વખત સજા મળે તો પહેલી સજા પૂર્ણ થયા બાદ બીજી સજા શરૂ કરવાની જોગવાઇ છે. જેના માટે લાલુ પ્રસાદ યાદવે નીચલી કોર્ટમાં એક સાથે સજા આપવા માટે કોર્ટમાં અરજી કરવાની હતી. પરંતુ આ અરજી કરાઇ ન હતી. જેના આધારે સીબીઆઇએ લાલુ યાદવની જામીનનો વિરોધ કર્યો છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version