ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 મે 2021
શનિવાર
બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવને CBI તરફથી મોટી રાહત મળી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય રેલવેપ્રધાન લાલુ પ્રસાદને CBIએ DLF લાંચકેસમાં ક્લીન ચિટ આપી છે. એપ્રિલ મહિનામાં તબિયતના કારણથી લાલુ પ્રસાદને જામીન મળ્યા હતા, ત્યારથી તેઓ બહાર છે. એ અગાઉ ત્રણ વર્ષથી તેઓ જેલમાં બંધ હતા.
CBIની ઈકોનોમિક્સ ઓફેન્સ વિંગે જાન્યુઆરી 2018માં કથિત ભ્રષ્ટાચારના આરોપ હેઠળ લાલુ અને રિયલ એસ્ટેટ ડેવલપર DLF ગ્રુપ સામે પ્રાથમિક તપાસ ચાલુ કરી હતી. CBIના આરોપ મુજબ DLF ગ્રુપે બાંદરા સ્ટેશનના અપગ્રેડેશન અને નવી દિલ્હી રેલવે સ્ટેશન પ્રોજેક્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એ માટે કથિત રીતે લાંચ રૂપે સાઉથ દિલ્હીના પૉશ વિસ્તારમાં મિલકત ખરીદી આપી હતી. તપાસમાં જોકે કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા નહોતા.
