ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 જુન 2020
સીબીએસઈ બોર્ડની ધોરણ 10 મી અને 12 ની બાકિના વિષયોની 1 અને 15 જુલાઇએ યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.
કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાદ એવું માનવામાં આવે છે કે NEET અને JEE ની પરીક્ષાનું પણ નિર્ણય લેવામાં આવી શકે છે. નોંધનીય છે કે NEET પરીક્ષા મેડિકલ પ્રવેશ માટે હોય છે. NEET ની પરીક્ષા 26 જુલાઇએ છે, જ્યારે JEE ની પરીક્ષા 18 જુલાઇએ છે. આઇસીએસઇ અંગે પણ નિર્ણય – સીબીએસઈ બોર્ડની પરીક્ષાની સાથે સાથે લેવાશે કારણકે તાજેતરમાં સુનાવણી દરમિયાન "આઈસીએસઈએ કહ્યું હતું કે સીબીએસઈ બોર્ડ પરીક્ષા અંગે જે નિર્ણય લેશે, અમે તે જ નિર્ણય લઈશું."
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે ટ્વીટ કર્યું હતું કે અગાઉ 3000 કેન્દ્રો પર પરીક્ષાઓ થવાની હતી, હવે તેની સંખ્યા વધારીને 15000 કરવામાં આવી છે. પરંતુ આમાં પણ સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને જ સરકારે આ નિર્ણય લીધો છે. એમ તેમણે જણાવ્યું છે.
ગયા 29 એપ્રિલના રોજ કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાને કહ્યું હતું કે બોર્ડની પરીક્ષાના બાકી રહેલા 81 વિષયોમાંથી માત્ર 29 વિષયો લેવામાં આવશે. અન્ય વિષયોમાં, તે આંતરિક ધોરણે પાસ થશે. એવું માનવામાં આવે છે કે બોર્ડ હવે આ વિષયોના આંતરિક માર્ક ને આધારે પરિણામ જારી કરશે……
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com