ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ)ની 10માંની પરીક્ષાના અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રમાં પૂછવામાં આવેલ એક સવાલ પર વિવાદ શરૂ થયો છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આના પર વાંધો વ્યક્ત કરીને ટ્વિટ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
પ્રિયંકા ગાંધીએ લખ્યુ, અવિશ્વસનીય! શું આપણે ખરેખર બાળકોને આ બક્વાસ શીખવાડી રહ્યા છીએ?
સ્પષ્ટ રીતે ભાજપ સરકાર મહિલાઓ પર આ વિચારોનુ સમર્થન કરે છે, નહિતર તે આને સીબીએસઈ પાઠ્યક્રમમાં કેમ શામેલ કરત?
ઉલ્લેખનીય છે કે શનિવારે સીબીએસઈ અંગ્રેજી પરીક્ષાના પેપરના એક પેસેજમાં લખ્યુ હતુ કે, તે પોતાની જ દુનિયામાં રહે છે. વળી, બીજી લાઈનમાં લખ્યુ હતુ કે આજકાલની આધુનિક મહિલાઓ પોતાના પતિની વાત નથી માનતી. વળી, ત્રીજી લાઈનમાં લખ્યુ હતુ કે વીસમી સદીમાં બાળકો ઓછા થઈ ગયા છે જેનુ કારણ નારીવાદી વિદ્રોહ છે.
