CCA Gujarat: આઈપી એન્ડ ટીએએફએસ અને આઈપીઓએસ સેવાના અધિકારી તાલીમાર્થીઓ માટે ક્રિયાપ્રતિક્રિયા સાથે તાલીમ સત્ર

CCA Gujarat: કન્ટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ (સીસીએ) ગુજરાતની કચેરી દ્વારા ઇન્ડિયન પોસ્ટ એન્ડ ટેલિકમ્યુનિકેશન એકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સ સર્વિસ (આઇપી એન્ડ ટીએએફએસ) અને ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ (આઇપીઓએસ)ના અધિકારી તાલીમાર્થીઓ માટે એક વ્યાપક વાર્તાલાપ સહ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

News Continuous Bureau | Mumbai 

CCA Gujarat: કન્ટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ (સીસીએ) ગુજરાતની કચેરી દ્વારા ઇન્ડિયન પોસ્ટ એન્ડ ટેલિકમ્યુનિકેશન એકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સ સર્વિસ ( IP & TAFS ) અને ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ (આઇપીઓએસ)ના અધિકારી તાલીમાર્થીઓ માટે એક વ્યાપક વાર્તાલાપ સહ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો ઉદ્દેશ સીસીએ ઓફિસની કામગીરી અને જવાબદારીઓ વિશે ઊંડાણપૂર્વકની સમજ પૂરી પાડવાનો અને આ પ્રતિષ્ઠિત સેવાઓના ભાવિ નેતાઓ વચ્ચે સહયોગ અને શીખવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. 

Join Our WhatsApp Community
CCA Gujarat Interactive training session for officer trainees of IP TAFS and IPOS services

CCA Gujarat Interactive training session for officer trainees of IP TAFS and IPOS services

આ તાલીમ સત્રમાં ( training session ) ગુજરાતના સીસીએ શ્રી વિજય કુમાર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ફિલ્ડ એકમોની નોંધપાત્ર ભૂમિકા અને જવાબદારીઓ, સંદેશાવ્યવહાર માળખા પર તેની અસર અને ડીઓટીના ( DoT ) વ્યાપક ઉદ્દેશો પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં ડીઓપીના  જીએમ (એફ) અને ડિરેક્ટર, સંયુક્ત સીસીએ, ડીવાય સીસીએ અને સીસીએ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓ તેમજ તાલીમાર્થીઓની ઉત્સાહભેર સહભાગીતા સાથે ઉપસ્થિત રહ્યા હતા.

CCA Gujarat Interactive training session for officer trainees of IP TAFS and IPOS services

આ સમાચાર પણ વાંચો : Anant and Radhika wedding: આવું તો અંબાણી ના લગ્ન માં જ થાય, યોગ ગુરુ બાબા રામદેવ એ પણ અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

કાર્યક્રમનું સમાપન પ્રતિસાદ સત્ર સાથે થયું હતું, જેમાં તાલીમાર્થીઓએ શીખવાના મૂલ્યવાન અનુભવ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. સીસીએ ગુજરાત કચેરી ટેલિકોમ ક્ષેત્રમાં ( telecom sector ) સતત શિક્ષણ અને વ્યાવસાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આવી પહેલના આયોજન માટે સમર્પિત છે.

CCA Gujarat Interactive training session for officer trainees of IP TAFS and IPOS services

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version