Tarnetar Fair: તરણેતર મેળામાં આયોજિત પ્રદર્શનમાં કરાઇ પોષણ માહની ઉજવણી, કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને આ વિભાગ દ્વારા કરાયું આયોજન.

Tarnetar Fair: તરણેતર મેળામાં આયોજિત પ્રદર્શનમાં કરાઇ પોષણ માહની ઉજવણી. વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન, રંગોળી અને પોષણ ગરબા દ્વારા અપાયો જાગૃતિ સંદેશ. કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને આઈસીડીએસ વિભાગ દ્વારા કરાયું આયોજન

News Continuous Bureau | Mumbai

Tarnetar Fair: વિશ્વ વિખ્યાત તરણેતરનાં મેળામાં ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ( Ministry of Information and Broadcasting ) કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા આયોજિત મલ્ટી મીડિયા પ્રદર્શન સ્થળ પર સુરેન્દ્રનગર જિલ્લા આઈસીડીએસનાં સહયોગથી પોષણ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કલ્પનાબેન શુક્લની સાથે લખતર સીડીપીઓ પ્રતિમાબેન ત્રિવેદી, થાન સીડીપીઓ જીજ્ઞાબેન વાઘેલા અને સુપરવાઈઝર નીતાબેન  ઉપસ્થિત રહ્યા હતાં.

Join Our WhatsApp Community
Celebrating Nutrition Month in an exhibition organized at Tarnetar Mela. Organized by Central Communications Bureau Junagadh and this department.

Celebrating Nutrition Month in an exhibition organized at Tarnetar Mela. Organized by Central Communications Bureau Junagadh and this department.

 

કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ દેશભરમાં ચાલી રહેલ પોષણ માહની ઉજવણી તેમજ પોષણ અભિયાન ( Multi media exhibition )  અંતર્ગત થઈ રહેલા કાર્યક્રમો અને સરકારની વિભિન્ન યોજનાઓ અંગે જાણકારી આપી હતી. સ્વસ્થ અને સશક્ત નાગરિક જ વિકસિત ભારત 2047ના સ્વપ્ન ને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેવું કહેતા સારા સ્વાસ્થ્ય માટે જરૂરી પૌષ્ટિક આહારના મહત્વની સમજ આપી હતી.

Celebrating Nutrition Month in an exhibition organized at Tarnetar Mela. Organized by Central Communications Bureau Junagadh and this department.

 

આ સમાચાર પણ વાંચો :  MoHFW : આરોગ્ય મંત્રાલયે “હેલ્થ ડાયનેમિક્સ ઓફ ઇન્ડિયા (ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ હ્યુમન રિસોર્સિસ) 2022-23” કર્યું જાહેર, જાણો વિગતે.

સપ્ટેમ્બર માસ પોષણ માસ ( Poshan Maah ) તરીકે ઉજવાતો હોય  પ્રદર્શન દરમિયાન આઈસીડીએસ ( ICDS ) વિભાગ દ્વારા મોટા ધાન અને પૌષ્ટિક તત્વોથી બનાવેલી 30 જેટલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત  પોષણ શપથ, ગરબા, રંગોળી દ્વારા મુલાકાતીઓને સગર્ભા, માતા અને શિશુ તેમજ કિશોર –  કિશોરીઓના પોષણ અંગે જાગૃતિ સંદેશ આપ્યો હતો. વાનગીઓમાં વધુ પૌષ્ટીક તત્વોથી ભરપૂર આહાર બનાવનારાને કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. સાથે જ પોષણ જાગૃતિ અને મિશન લાઈફ અંગેની પત્રિકા, સ્વચ્છ ભારતનો સંદેશ આપતી અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો થાય એ માટે કાપડની બેગ અને કેપનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ કાર્યક્રમમાં આંગણવાડી બહેનોની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Celebrating Nutrition Month in an exhibition organized at Tarnetar Mela. Organized by Central Communications Bureau Junagadh and this department.

 

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version