આરોગ્ય માટે સાયકલની થીમ સાથે સુરતમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી.. આ રીતે ચલાવાશે “સાઈકલ ટુ વર્ક” અભિયાન

Celebrating World Bicycle Day in Surat with the theme Bicycle for Health

Celebrating World Bicycle Day in Surat with the theme Bicycle for Health

News Continuous Bureau | Mumbai

તા.૩ જૂનથી સુરત જિલ્લા વહીવટીતંત્રનું પર્યાવરણ સંરક્ષણ માટે “સાઈકલ ટુ વર્ક” અભિયાન
“સાઈકલ ટુ વર્ક” પહેલમાં જોડાઈને સુરત જિલ્લાના સરકારી કર્મચારીઓ દર માસના પ્રથમ શનિવારે સાયકલચલાવી કચેરીએ આવશે
સ્થાનિક પ્રશાસને સાયકલનો ઉપયોગ વધારવા કર્મચારીઓને પ્રેરિત કરવાનું બીડું ઉઠાવ્યું
જાહેર કચેરીઓમાં કાર્યરત અધિકારી/કર્મચારીઓ મોટાભાગે ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવાં પ્રાઈવેટ વ્હીકલમાં અવર-જવર કરતાં હોવાનું તેમજ કચેરીની નજીકના અંતરમાં નિવાસસ્થાન હોવા છતાં વાહનો લઈને કચેરીએ આવતા હોવાનું જણાતા જિલ્લા વહીવટીતંત્ર અને મનપાએ સાયકલનો ઉપયોગ વધારવા કર્મચારીઓને પ્રેરિત કરવાનું બીડું ઉઠાવ્યું છે. કચેરીઓમાં આવતાં અરજદારો તથા મુલાકાતીઓ પણ ખાનગી વાહન વ્હીકલ લઈને આવતા હોવાથી પાર્કિંગ લોટમાં વાહનોનો ભરાવો થઈ જવાથી ટ્રાફિક સહિતની ઘણી મુશ્કેલી સર્જાય છે. આ સમસ્યાનો પણ ઉકેલ મળે અને અધિકારી-કર્મચારીઓ ચાલીને અથવા સાયકલિંગ કરીને ઓફિસ આવે તો સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી થઈ શકે, ચુસ્ત, તંદુરસ્ત અને નિરોગી રહી શકે. હવા અને ધ્વનિ પ્રદૂષણમાં પણ ઘટાડો થાય, રસ્તા ઉપર ટ્રાફિક અને ભીડભાડ ઓછી થાય.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:મુંબઈ ભાજપ મહાસચિવ અમિત સાટમે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, પાલિકાના ભ્રષ્ટાચારની ‘આ’ તપાસ સમિતિ દ્વારા તપાસ કરાવાની કરી માંગ..

જિલ્લા કલેક્ટરશ્રીની નવી પહેલ અને રચનાત્મક સૂચનને અનુસરી સુરતની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, પાલિકાના કર્મચારીઓ તા.૦૩ જૂન- શનિવારના રોજ સાયકલ ચલાવી અથવા પગપાળા ઓફિસ આવશે, જેથી આમજનતામાં જાગૃત્તિ આવે અને સાયકલિંગની પ્રેરણા મળે.
આ અભિયાનમાં જોડાવા કર્મચારીઓએ મનપાની વેબસાઈટ www.suratmunicipal.gov.in અને સુરત સ્માર્ટ સિટીની વેબસાઈટ www.suratsmartcity.com ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, જેઓ પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટથી ફોટો/વિડીયો બનાવી, પાલિકાના MySurat પેજને ટેગ કરી અપલોડ કરશે અને હવેથી દર માસના પ્રથમ શનિવારે સાયકલનો ઉપયોગ કરશે.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version