News Continuous Bureau | Mumbai
Ice Cream Centipede Case: મુંબઈમાં ત્રણ દિવસ પહેલા મલાડમાં એક આઈસ્ક્રીમની અંદરથી માનવ અંગુઠો મળી આવ્યા બાદ હવે આવા જ એક કિસ્સામાં નોઈડામાં ( Noida ) આઈસ્ક્રીમની અંદરથી કાનખજૂરો મળી આવ્યો હતો. કહેવાય છે કે મહિલાએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે આઈસ્ક્રીમ ઘરે આવી અને બોક્સ ખોલવામાં આવ્યું તો તેની અંદરથી એક કાનખજૂરો મળી આવ્યો હતો. આ પછી, આ માહિતી ફૂડ સેફ્ટીને આપવામાં આવી હતી.
ફૂડ ડિપાર્ટમેન્ટની ( Food Department ) ટીમ પીડિત મહિલાના ઘરે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મળતાં જ ફૂડ ડિપાર્ટમેન્ટ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મના સ્ટોર પર પહોંચી ગયું હતું. ત્યાંથી આઈસ્ક્રીમના ( Ice Cream ) સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. તેમજ મહિલાના ઘરેથી મળેલા સેમ્પલ પણ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
Ice Cream Centipede Case: મહિલાએ ઓનલાઈ આઈસ્ક્રીમ ઓર્ડર કરી હતી..
પ્રાપ્ત માહિતી અનુસાર, નોઈડાના સેક્ટર 12માં રહેતી મહિલાએ શનિવારે સવારે એક ઓનલાઈન શોપિંગ ( Online Delivery app ) એપ પરથી જાણીતી બ્રાન્ડની વેનીલા ફ્લેવર આઈસ્ક્રીમ મંગાવી હતી. આ બાદ જ્યારે આઈસ્ક્રીમ તેના ઘરે આવી અને તેણે આઈસ્ક્રીમનું બોક્સ ખોલ્યું, ત્યારે તેને અંદર એક કાનખજૂરો મળી આવ્યો હતો. આ પછી મહિલાએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Human Finger in Ice Cream: મલાડમાં આઈસ્ક્રીમમાં માનવ અંગુઠો મળી આવ્યા બાદ, હવે FSSAIની મોટી કાર્યવાહી.. પુણેની ફેક્ટરી બંધ કરી લાયસન્સ રદ્દ કર્યું
આ ઘટના બાદ, ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મે મહિલાને તેના પૈસા પરત કર્યા હતા અને ત્યારબાદ આઈસ્ક્રીમ બનાવતી કંપનીની ટીમે પણ મહિલાનો સંપર્ક કર્યો હતો અને તપાસ કરવા જણાવ્યું હતું. બીજી તરફ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોના આધારે નોઈડા ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ સક્રિય થઈ હતી. ફૂડ વિભાગે ( Food Department ) રાત્રે જ મહિલાનો સંપર્ક કર્યો હતો અને તપાસ માટે મહિલાના ઘરે પહોંચી હતી.
ત્યાર પછી, ફુડ સેફિટ વિભાગ આઈસ્ક્રીમ સ્ટોર પર પણ ગઈ હતી. જ્યાંથી આઈસ્ક્રીમ મોકલવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે ત્યાં પહોંચી તપાસ અને ચકાસણી હાથ ધરી હતી. તેમજ આઈસ્ક્રીમ રાખવાની જગ્યાનું પણ નિરીક્ષણ કર્યું હતું. ફૂડ વિભાગની ટીમે આઈસ્ક્રીમના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્ટોરમાં ઘણી ગંદકી જોવા મળી છે.