કેન્દ્રને શિવસૈનિકોના રોષનો ડર- મહારાષ્ટ્રમાં કેન્દ્રીય સલામતી દળોની વધારાની કૂમક તૈનાત- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) બુધવાર રાત સુધી રહેલી રાજકીય કટોકટી(Political crisis) અને ગુરુવારના ફ્લોર ટેસ્ટ(Floor test) થાય તો શિવસૈનિકો(Shiv Sainik) રસ્તા પર ઉતરી પડશે તો રાજ્ય ભડકે બળશે એવા ડરે કેન્દ્ર સરકારે(Central Government) મહારાષ્ટ્રમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસની(Central Reserve Police) રેપીડ એક્શન ફોર્સને(Rapid Action Force) મુંબઈમાં તૈનાત કરી દીધી છે. 

બુધવારે મોડી રાતે ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) મુખ્યમંત્રી પદ(CM Post) પરથી રાજીનામું(Resignation) આપી દીધું હતું. એ સાથે જ તેમણે શિવસૈનિકોને રસ્તા પર ઉતરીને પોતાનો રોષ જાહેર ન કરવાની અપીલ કરી હતી. શિવસૈનિકો જ રોષમાં આવ્યા અને રસ્તા પર ઉતરી આવ્યા તો પરિસ્થિતિ ગંભીર થશે તેનો અંદાજો ઉદ્ધવને હતો, તેથી તેમણે શિવસૈનિકો શાંત રહેવાની અપીલ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : શિવસેનાની નાક નીચેથી મહારાષ્ટ્રમાં ભાજપ મોટુ થયું- BJP 42થી 106 સીટો સુધી વિસ્તરી તો શિવસેનાની સીટો 73થી ઘટીને 56 થઈ- જાણો આખું સફર અહીં

જોકે શિવસેના સામે બળવો કરનારા એકનાથ શિંદે(Eknath Shinde) સહિત 50 ધારાસભ્યો ગુરુવારે સવારે મુંબઈ આવી પહોંચવાના હતા. તેથી શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા તો મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવું મુશ્કેલ થશે એ ડરે કેન્દ્ર સરકારે ત્રણ રેપીડ એક્શન ફોર્સની ત્રણ બટાલિયન તૈયાર રાખવાનો આદેશ આપ્યો હતો.  તે મુજબ આ ટુકડીઓ મુંબઈ સહિત રાજ્યમાં સંવેદનશીલ સ્થળો પર તૈનાત કરવામાં આવી હોવાનું કહેવાય છે. તેમ જ વધારાની કુમુક મોકલવાની તૈયારી પણ સરકારે રાખી હોવાનું કહ્યું હતું.
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *