Site icon

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના આ બંગલા પર હવે પડશે હથોડો, ઠાકરે સરકારે નહીં પણ કેન્દ્ર સરકારે આપ્યો આદેશ… જાણો વિગત

Recession likely to hit India after June, Centre working towards handling it effectively: Union minister Narayan Rane

શું ભારતમાં પણ મંદી આવશે? કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ દેશના આર્થિક વિકાસ લઈને કરી આગાહી. જાણો શું કહ્યું?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

સોમવાર, 

શિવસેના અને બીજેપી વચ્ચે ચાલી રહેલી લડાઈ વધુ તીવ્ર બની રહી છે. કોંકણમાં આવેલા નારાયણ રાણેના નીલરત્ન બંગલા પર હથોડો પડે તેવી પ્રબળ શક્યતા છે. 

જોકે અહીં નોંધનીય  વાત એ છે કે આ આદેશ રાજ્ય સરકાર તરફથી નહીં પણ કેન્દ્ર તરફથી આવ્યો છે. માલવણ જિલ્લામાં ચિવલા બીચ પર નીલરત્ન રાણે પરિવારનો બંગલો છે. તેના પર બહુ જલદી હથોડો પડવાની શક્યતા છે. 

એક RTI કાર્યકર્તાએ બંગલાનું બાંધકામ કરતી વખતે CRZ કાયદાના ઉલ્લંઘનનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ઓગસ્ટ 2021માં નોંધવામાં આવી હતી. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નાગપુર કાર્યાલયે હવે મહારાષ્ટ્ર કોસ્ટલ ઓથોરિટીને પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. નારાયણ રાણે માટે આ મોટો ફટકો માનવામાં આવે છે.

100 ટકા વેક્સિનેશન પૂરું કરવા હવે મુંબઈ પાલિકાનો નવો કિમીયો, હવે આ રીતે કરશે લોકોનું રસીકરણ; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મુંબઈ મહાનગરપાલિકાએ નારાયણ રાણેના જુહુ સ્થિત આધિશ બંગલાને નોટિસ ફટકારી હતી. આ બંગલામાં અનધિકૃત બાંધકામ થયું હોવાની આશંકા છે. આ પૃષ્ઠભૂમિમાં સોમવારે પાલિકાના અધિકારીઓ દ્વારા બંગલાની ચકાસણી અને માપણી કરવામાં આવે તેવી શક્યતા છે. પાલિકાની નોટિસ બાદ નારાયણ રાણે અને તેમના બે પુત્રો આક્રમક બની ગયા હતા. નારાયણ રાણેએ દાવો કર્યો હતો કે તેમના બંગલામાં એક ઇંચ પણ અનધિકૃત બાંધકામ નથી. 

તો નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ કહ્યું હતું કે પાલિકાની નોટિસનો યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે. પાલિકાએ જુહુમાં બંગલાની તપાસ અંગે નોટિસ જાહેર કર્યા બાદ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ઠાકરે પરિવાર સામે વળતો પ્રહાર કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી-1, માતોશ્રી-2નું નિર્માણ કર્યું. ત્યારે અમે કંઈ કહ્યું? ભાજપ-શિવસેના સત્તામાં હતી ત્યારે માતોશ્રી પરના અનધિકૃત બાંધકામોને પૈસા આપીને નિયમિત કરવામાં આવ્યા હતા. મારી પાસે બંને માતોશ્રીની યોજના છે. પણ હું ક્યારેય કોઈના ઘરની વાત નથી કરતો. પરંતુ, મારા જુહુના બંગલા સામે રાજકીય બદલો લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. એમ નારાયણ રાણેએ જણાવ્યું હતું.

વરલી-સી ફેસ પર વિચીત્ર અકસ્માત થયો. ગાડી પલટી થઈ ગઈ. જાણો વિગતે.. 

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version