News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણાને (Navneet Rana) કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વાય પ્લસ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના(Central Intelligence Agency) જણાવ્યા અનુસાર રાણાનો જીવ જોખમમાં છે કારણ કે તે લોકસભામાં સતત રાજ્ય સરકાર વિરુદ્ધ સ્ટેન્ડ લઈ રહ્યા હતા.
આ પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની(Amit shah) સૂચના અનુસાર તેમને વાય-પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.
એટલે કે હવે સાંસદ(MP) નવનીત રાણાને દેશમાં ગમે ત્યાં મુસાફરી કરતી વખતે વાય પ્લસ સ્તરનું સુરક્ષા કવચ મળશે.
હવે નવનીત રાણાની સુરક્ષામાં 11 કમાન્ડો તૈનાત રહેશે. સુરક્ષા વ્યવસ્થામાં SPO, NSG કમાન્ડો, CSF ગનમેન, સરકારી પાયલટ કાર, બે સ્કોર્પિયો વાહનોનો સમાવેશ થાય છે.
સુરક્ષા ટીમ 24 કલાક સાંસદ નવનીત રવિ રાણા સાથે રહેશે.
આ સમાચાર પણ વાંચો : વિધાર્થીઓ માટે સારા સમાચાર: મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં આ વર્ષે 2જી મેથી ઉનાળાનું વેકેશન શરૂ થશે, સરકારે બહાર પાડ્યો પરિપત્ર; જાણો ક્યારથી ચાલુ થશે નવું શૈક્ષણિક વર્ષ