કેન્દ્ર સરકારે ખેડૂતોની વધુ એક માંગણી સ્વીકારી, હવે પરાળી સળગાવવાને ગુનો ગણવામાં નહીં આવે; કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને કરી આ અપીલ 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 નવેમ્બર, 2021

શનિવાર

ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની પીએમ મોદીએ કરેલી જાહેરાત બાદ હવે કેન્દ્ર સરકારે ખેડૂતોની વધુ એક માંગણી સ્વીકારી છે. 

આજે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યુ હતુ કે, ખેડૂતો હવે ખેતરમાં પરાળી સળગાવશે તો તેને ગુનો ગણવામાં નહીં આવે.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, સરકારે જ્યારે નવા કૃષિ કાયદા રદ કરી દીધા છે ત્યારે આંદોલન ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી.હૂં ખેડૂતોને આંદોલન પૂરૂ કરીને ઘરે પાછા ફરવા માટે અપીલ કરુ છું. 

સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે નવા કાયદા રદ કરવા માટેનુ બિલ સરકાર રજૂ કરશે.

ઇઝરાયલના વાણિજ્ય દૂતે લીધી વીર સાવરકરના સ્મારકની મુલાકાત,  ભારત સાથેના સંબંધ વિશે કરી આ વાત; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More