ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
કેન્દ્ર સરકારે કોવિડ પ્રોટોકોલને 31 ઓક્ટોબર સુધી વધારી દીધા છે.
બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કેન્દ્રીય સચિવ અજય ભલ્લાએ ચેતવ્યા કે આગામી તહેવારોની સીઝનમાં કોવિડ પ્રોટોકોલનું કડક પાલન ન કરવાની આશંકા છે, જેનાથી કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ શકે છે.
કોવિડ-19 મામલામાં ઘટાડો છતાં ગાઇડલાઇનને લાગૂ કરવી મહત્વની છે, જેથી તહેવારને સાવધાની, સુરક્ષિત અને કોવિડ પ્રોટોકોલની સાથે ઉજવી શકાય.
રાજ્યોને મોકલેલા પત્રમાં કેન્દ્રએ લખ્યુ છે કે, તે કાર્યક્રમોમાં વધુ સાવચેતી રાખવી જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થશે જેથી કોવિડના કેસ વધવાની આશંકાથી બચી શકાય.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પોતાને ત્યાં દરેક જિલ્લામાં સંક્રમણ દર અને હોસ્પિટલ તથા આઈસીયૂ બેડ્સની સંખ્યા પર નજીકથી નજર રાખવી જોઈએ.