એનસીપીના પ્રમુખ શરદ પવારે ગુરુવારે કહ્યું હતું કે જો ખેડૂતો શાંતિપૂર્ણ રીતે વિરોધનો માર્ગ છોડી દેશે તો દેશમાં મોટુ સંકટ સર્જાશે અને ભાજપ સરકાર તેના માટે જવાબદાર રહેશે.
હવે તેમણે મલ્ટી લેવલ બેરિકેડ અને કાંટાળો તાર નાખવા અને રસ્તાઓ પર નખ નાખવા બદલ સરકારની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે બ્રિટિશ શાસન દરમિયાન પણ આવું બન્યું ન હતું.