Site icon

લતા મંગેશકરના નામથી હવે સંગીતની ડિગ્રી મળશે- મહારાષ્ટ્ર સરકારનું આ પગલું સંગીતકારોને નવી દિશામાં લઈ જશે- કઈ રીતે જાણો અહીં 

News Continuous Bureau | Mumbai

ભારત રત્ન(Bharat Ratna) લતા દીનાનાથ મંગેશકર ઇન્ટરનેશનલ મ્યુઝિક કોલેજ(Lata Dinanath Mangeshkar International Music College) ટૂંક સમયમાં શરૂ થશે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે(Maharashtra Govt) તેને 28 સપ્ટેમ્બરથી શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જો કે, હાલ પૂરતું, આ કોલેજ અસ્થાયી ધોરણે પીએલ દેશપાંડે(PL Deshpandey) એકેડમીમાં શરૂ કરવામાં આવશે. કેબિનેટ દ્વારા તેની મંજૂરી પણ આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

લતા દીદી(Lata didi)ના નિધન પછી, મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજ્ય સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રસિદ્ધ ગાયકના સન્માનમાં મુંબઈ યુનિવર્સિટી(Mumbai University)ના કાલીના કેમ્પસમાં કોલેજ(Kalina campus college) શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે, કાલીનામાં લાઇબ્રેરી ડિરેક્ટોરેટની 7 હજાર ચોરસ મીટર જમીન આર્ટ ડિરેક્ટરને સોંપવામાં આવી છે.

રાજ્ય સરકારે પ્રભાદેવીમાં પીએલ દેશપાંડે એકેડમીમાં કોલેજના પ્રમાણપત્ર અભ્યાસક્રમો શરૂ કરવા માટે અસ્થાયી રૂપે જગ્યા આપવાનો નિર્ણય કર્યો છે. જોકે ટીચિંગ સ્ટાફને હાલમાં માનદ વેતન પર લેવામાં આવશે. આ ઉપરાંત મશીનરી અને સાધનો પણ ખરીદવામાં આવશે. તેના પર દર મહિને લગભગ 1 કરોડ 75 લાખ રૂપિયાનો ખર્ચ થશે. 

 આ સમાચાર પણ વાંચો : આમ આદમી પાર્ટી RSS માંથી ઊભી થયેલી પાર્ટી હોવાની ચર્ચાઓ- થોડા જ વર્ષમાં કોઈ મોટા સંગઠન વગર જમીની સ્તર પર પહોંચવું મુશ્કેલ

સૂચિત કોલેજમાં અભ્યાસક્રમ અંગે 14 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિએ એક વર્ષની મુદતના કુલ છ અભ્યાસક્રમો શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને તેમાં કુલ 150 વિદ્યાર્થી(Student)ઓને પ્રવેશ આપવામાં આવશે. આ કોર્સમાં ભારતીય શાસ્ત્રીય સંગીત, વાંસળી, તબલા, સિતાર, હાર્મોનિયમ/કીબોર્ડ વગેરેના પ્રમાણપત્ર અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

કોલેજના ઉત્કૃષ્ટ અને સુચારૂ સંચાલન માટે હૃદયનાથ મંગેશકરની અધ્યક્ષતામાં એક સલાહકાર મંડળની રચના કરવામાં આવી છે. તેમાં ઉષા મંગેશકર, આદિનાથ મંગેશકર, સુરેશ વાડકર, મયુરેશ પાઈ અને આર્ટ ડિરેક્ટર સભ્યો તરીકે હશે.  

 આ સમાચાર પણ વાંચો : જે મુંબઈ મહાનગરપાલિકાના દમ પર શિવસેના કુદકા મારતી હતી તે પાલિકાએ જ ઉદ્ધવ ઠાકરેને જોરદાર ઝટકો આપ્યો- દશેરા ની  મહાસભા માટેની પરવાનગી નકારી- જાણો વિગતે

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version