ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા અને અન્નનાગરી પુરવઠાપ્રધાન છગન ભુજબળને કોર્ટ તરફથી સૌથી મોટી રાહત મળી છે. છગન ભુજબળને દિલ્હીના કથિત મહારાષ્ટ્ર સદન કૌભાંડમાં ક્લીનચિટ મળી છે. કોર્ટે તેમના સહિત અન્ય છ લોકોને તમામ આરોપથી મુક્ત કર્યા હતા.સેશન્સ કોર્ટે આજે આ નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્ર સદન કૌભાંડ પ્રકરણમાં છગન ભુજબળને બે વર્ષની જેલની સજા થઈ હતી.
આ પ્રકરણમાં છગન ભુજબળે ગુનામાંથી પોતાનું નામ હટાવી દેવાની અરજી કોર્ટમાં કરી હતી. એ અરજી પર કોર્ટે આજે મોટો નિર્ણય લઈને તેમને દોષમુક્ત કર્યા હતા. આ પ્રકરણમાં પાંચ જણને પહેલાં જ દોષમુક્ત કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર સદન કૌભાંડમાં કૅબિનેટ પ્રધાન છગન ભુજબળ, તેમનો પુત્ર પંકજ ભુજબળ, ભત્રીજો અને ભૂતપર્વ સાંસદ સમીર ભુજબળ, સહિત પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી ગંગાધર મરાઠેનું પણ નામ સંડોવાયું હતું અને તેમને પણ દોષમુક્ત કરી દેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર સદનમાં કૌભાંડ બદલ છગન ભુજબળ 14 માર્ચ, 2016થી જેલમાં હતા. હાઈ કોર્ટે બે વર્ષ બાદ તેમના જામીન મંજૂર કરતાં તેઓ મે 2018થી જેલની બહાર છે.
આ રાજ્યએ રસીકરણમાં કર્યો વિક્રમ, એક જ દિવસમાં આટલા લાખ નાગરિકોને આપી વેક્સિન; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે છગન ભુજબળ અને તેમના પરિવારના સભ્યો સામે મની લૉન્ડરિંગના કેસમાં ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે. લગભગ 850 કરોડ રૂપિયાનું આ પ્રકરણ છે.