Site icon

મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાને થયો કોરોના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ચિંતા નું મોજું.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે NCP નેતા છગન ભુજબળને ફરી એકવાર કોરોનાનો ચેપ લાગ્યો હોવાની માહિતી સામે આવી છે. તેમની હાલત સ્થિર છે અને તેઓ હાલ નાસિક ખાતેના તેમના નિવાસસ્થાને આરામ કરી રહ્યા છે.

Chagan Bhujbal detected with Corona

મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાને થયો કોરોના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ચિંતા નું મોજું.

News Continuous Bureau | Mumbai

છગન ભુજબળ સોમવારે યેવલાની મુલાકાતે હતા. આ સમયે, તેમને અચાનક અસ્વસ્થ લાગ્યું અને તેમને નાસિકની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમજ સારવાર દરમિયાન ડોક્ટરે તેને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. આમાં કોરોના ટેસ્ટ પણ સામેલ હતો. દરમિયાન મંગળવારે કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યો અને તેને કોરોના હોવાનું સ્પષ્ટ થયું. મહત્વનું છે કે, કોરોનાના બીજા વેવ દરમિયાન છગન ભુજબળ પણ વાયરસથી સંક્રમિત થયા હતા. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ફરી વધારો થવા લાગ્યો છે. H1N1, H3N2 અને ઈન્ફલ્યુએન્ઝાના કેસોની સંખ્યા વધી રહી છે. જેના પગલે આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો : હે ભગવાન.. આ માવઠું ક્યારે પીછો છોડશે? ગુજરાતમાં ફરી આ તારીખથી કમોસમી વરસાદ પડવાની આગાહી, ધરતીપુત્રોની ચિંતામાં.

Join Our WhatsApp Community
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version