ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
ભારતીય હવામાન વિભાગએ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે. વરસાદની સાથે આ વિસ્તારોમાં ઠંડી વધવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નાગપુર સહિત પૂર્વ વિદર્ભના ઘણા જિલ્લાઓમાં મંગળવારે વરસાદ સાથે કરા પડ્યા હતા. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. આથી આગામી દિવસોમાં વરસાદની સંભાવનાને પગલે વિદર્ભ પ્રદેશના ઘણા શહેરોમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
અમેરિકામાં ૧ દિવસમાં ૧૪ લાખથી વધુ કેસ આવતા હાહાકાર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ, પુણે, થાણે સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. મુંબઈ-થાણે સહિત ઉત્તર મહારાષ્ટ્રમાં તાપમાનમાં આ ઘટાડો આગામી બે દિવસ સુધી ચાલુ રહેશે. નાગપુર અને વિદર્ભ ક્ષેત્રના અન્ય ભાગોમાં પણ ઠંડીમાં વધારો થયો છે. આ સાથે આજે પણ મહારાષ્ટ્રના અનેક સ્થળોએ વાદળછાયું આકાશ રહેશે.હાલ વરસાદની આગાહીને પગલે જગતના તાત પર ચિંતાના વાદળો ઘેરાયા છે.
Join Our WhatsApp Community