Site icon

ગુજરાત ના જામનગરમાં જ્યાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યાં વધુ કેસ આવી શકે છે. આ છે કારણ….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર 

જામનગરમાં સાઉથ આફ્રિકાથી આવેલા વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત છે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સુતું ઝડપાયું છે. શહેરમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના ઘરમાં મહિલા ટ્યુશન ચલાવતી હતી. શહેરના વોર્ડ નંબર ૧૨ના કોંગ્રસના કોર્પોરેટરે કમિશ્નર અને આરોગ્ય વિભાગને જાણ કરી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ માહિતી મળતા આરોગ્ય વિભાગે ઘરમાં ટ્યુશને જતાં સાત બાળકોને શોધી કાઢ્યા છે. બાળકોને સ્કૂલે ન મોકલવાની પણ તંત્રએ જાણ કરી દીધી છે. આફ્રિકાથી આવેલા વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત થયા હોવા છતાં  બે દિવસ સુધી ચાલુ ટ્યુશન ક્લાસ રહ્યા હતા, અને પાછળથી વોર્ડ નંબર ૧૨ના કોંગ્રસના કોર્પોરેટર જેનબ ખફીએ તંત્રને જગાડ્યું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વેથી જામનગર શહેરમાં આવેલા ૭૨ વર્ષીય વૃદ્ધને કોરોનાનું સંક્રમણ થયું હતું અને શનિવારે તેના રિપોર્ટમાં ઓમિક્રોન વેરીએન્ટની પુષ્ટિ થઇ હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાથી દુબઈ, દિલ્હી થઈને મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારમાં પહોંચેલા એક વ્યક્તિમાં પણ ઓમિક્રોન વેરીએન્ટનું સંક્રમણ થયાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ વધુ બે દર્દીઓ ગઈકાલે સંક્રમિત થયા હતા, તે બંનેના નમૂના ઓમિક્રોનની તપાસ માટે લેબોલેટરીમાં મોકલ્યા છે.રાજ્યમાં કોરોના વાયરસનો ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ જામનગરમાં નોંધાઈ ચૂક્યા છે, તેમ છતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જામનગરમાં ઓમિક્રોનથી સંક્રમિત થનારના ઘરે ટ્યુશન ક્લાસિસ ચાલતા હોવાનો સૌથી મોટો ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે. જામનગરમાં સંક્રમિતના પરિવારજનોની બેદરકારી ટ્યૂશન આવતા બાળકો પર ભારે પડી શકે છે. જેના કારણે આજે તંત્ર એક્શનમાં આવી ગયું છે અને બાળકોની ભાળ મેળવીને તેમના કોરોના ટેસ્ટ કરવાનો ર્નિણય કરાયો છે.

ગુજરાતના આ શહેરમાં ૨૦૦થી વધુ પ્રવાસી ‘હાઈ રિસ્ક’ દેશમાંથી આવ્યા: ૭ દિવસ ક્વોરન્ટીન કરાયા

Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત
KDMC Election 2026 Clash: ડોમ્બિવલીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ભીષણ અથડામણ; 4 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ, વિસ્તારમાં ભારે તણાવ.
Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
Exit mobile version