ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 જુલાઈ 2020
ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ મંદિરના શિલાન્યાસ ના પ્રસંગ માટે બદ્રીનાથ ધામથી પાવન માટી અને પવિત્ર જળ આજે મોકલવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે શ્રી બદ્રીનાથ ધામ સિંહ ગેટના પ્રાંગણમાં એક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં અલકનંદા નદીનું પવિત્ર જળ અને માટીને અયોધ્યા રામના ચરણોમાં અર્પણ કરવા માટે રવાના કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે પ્રથમ હરિદ્વારમાં, ઉત્તરાખંડના ચારે ધામમાંથી લાવેલાં પાણી અને માટીને એકત્રિત કરીને પછી આગામી 29 જુલાઈએ અયોધ્યા માટે રવાના કરાશે.
નોંધનીય છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે ભગવાન શ્રી રામના ઐતિહાસિક મંદિરનો શિલાન્યાસ કરશે. અયોધ્યા વાસીઓ પણ ઉત્સાહિત છે કે મંદિર ના પાયામાં નાંખવા માટે ખાસ ઉત્તરાખંડ ચારધામ થી પવિત્ર ગંગા જળ અને પાવન માટી પહોંચી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com