Char Dham Yatra: ચાર ધામ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ, 10 દિવસમાં રેકોર્ડ પાર યાત્રાળુઓએ મુલાકાત લીધી..

Char Dham Yatra: આ વર્ષે 138,537 શ્રદ્ધાળુઓએ યાત્રા સીઝનના પ્રથમ દસ દિવસમાં યમુનોત્રીની મુલાકાત લીધી હતી, જે છેલ્લા બે વર્ષ કરતાં 127% વધુ છે. એ જ રીતે, 128,777 ભક્તોએ ગંગોત્રી ધામની મુલાકાત લીધી હતી, જે છેલ્લા બે વર્ષ કરતાં 89% વધુ છે. કેદારનાથ ધામમાં 319,193 ભક્તો પહોંચ્યા હતા, જે છેલ્લા બે વર્ષ કરતાં 156% વધુ છે.

by Bipin Mewada
Char Dham Yatra Day by day increase in the number of pilgrims... Record number of devotees reached Darshan in ten days

 News Continuous Bureau | Mumbai

Char Dham Yatra: ઉત્તરાખંડમાં ( Uttarakhand ) ચાર ધામમાં દર્શન કરવા જનારા ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 10 મેથી શરૂ થયેલી ચાર ધામ યાત્રાના પહેલા 10 દિવસમાં 3 લાખ 19 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા. ઉત્તરાખંડના મુખ્ય સચિવે ગુરુવારે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવને ચાર ધામ યાત્રા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગયા વર્ષની સરખામણીમાં યમુનોત્રીમાં તીર્થયાત્રીઓની સંખ્યામાં 127% અને કેદારનાથમાં 156% નો વધારો જોવા મળ્યો છે. 

મુખ્ય સચિવે કેન્દ્રીય ગૃહ સચિવને જણાવ્યું હતું કે આ વર્ષે 138,537 શ્રદ્ધાળુઓએ ( devotees ) યાત્રા સીઝનના પ્રથમ દસ દિવસમાં યમુનોત્રીની ( Yamunotri ) મુલાકાત લીધી હતી, જે છેલ્લા બે વર્ષ કરતાં 127% વધુ છે. એ જ રીતે, 128,777 ભક્તોએ ગંગોત્રી ( Gangotri  ) ધામની મુલાકાત લીધી હતી, જે છેલ્લા બે વર્ષ કરતાં 89% વધુ છે. કેદારનાથ ધામમાં ( Kedarnath ) 319,193 ભક્તો પહોંચ્યા હતા, જે છેલ્લા બે વર્ષ કરતાં 156% વધુ છે, અને બદ્રીનાથ ( Badrinath ) ધામમાં 139,656 ભક્તોએ મુલાકાત લીધી હતી, જે છેલ્લા બે વર્ષ કરતાં 27% વધુ છે.

Char Dham Yatra: ચારધામ યાત્રા માટે 22 મે સુધી કુલ 3,118,926 નોંધણીઓ કરવામાં આવી છે..

મુખ્ય સચિવે મિટીંગમાં વધુમાં જણાવ્યું હતું કે 22 મે સુધી કુલ 3,118,926 નોંધણીઓમાંથી, યમુનોત્રી માટે 486,285, ગંગોત્રી માટે 554,656, કેદારનાથ માટે 1,037,700, બદ્રીનાથ માટે 955,858 અને હેમકુંડ સાહિબ માટે 84,427 ભક્તોએ નોંધણી કરાવી છે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, બિહાર, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ સૌથી વધુ ભક્તો ધરાવતા દસ રાજ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Cyclone Remal : તીવ્ર ગતિએ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ, જાણો IMDનું અપડેટ

મીટિંગ દરમિયાન, મુખ્ય સચિવે એ પણ માહિતી આપી હતી કે, આ દરમિયાન આ વિસ્તારમાં પોલીસે 56 પ્રવાસન સહાયતા કેન્દ્રો સ્થાપ્યા છે. યાત્રા પર નજર રાખવા માટે 850 સીસીટીવી કેમેરા અને 8 ડ્રોન લગાવવામાં આવ્યા છે. તેમજ કેદારનાથ ધામ યાત્રા રૂટ પર 1,495 વાહનોની ક્ષમતા સાથે વીસ પાર્કિંગ જગ્યાઓ બનાવી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, પાર્કિંગ વ્યવસ્થાપન માટે QR કોડ-આધારિત સિસ્ટમ રજૂ કરી છે અને યમુનોત્રી અને ગંગોત્રી યાત્રાના માર્ગો પર નિયંત્રિત વાહનોની અવરજવર માટે 3-4 હોલ્ટ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કેદારનાથ માર્ગ પર બહેતર ટ્રાફિક વ્યવસ્થાપન માટે સેક્ટર મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા છે અને ટ્રેકના માર્ગને સાફ કરવા માટે કુલ 657 પર્યાવરણ મિત્ર તૈનાત કરવામાં આવ્યા છે.

Char Dham Yatra: આરોગ્ય વિભાગે યાત્રાના રૂટ પર 12 મુખ્ય સ્થળોએ 50 સ્ક્રીનિંગ કિઓસ્ક સ્થાપિત કર્યા છે…

મુખ્ય સચિવના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગે યાત્રાના રૂટ પર 12 મુખ્ય સ્થળોએ 50 સ્ક્રીનિંગ કિઓસ્ક સ્થાપિત કર્યા છે. આ ઉપરાંત યાત્રાના રૂટ પર કુલ 156 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 8 બ્લડ બેંક પણ બનાવવામાં આવી છે. આરોગ્ય વિભાગે 49 કાયમી આરોગ્ય સુવિધાઓ અને 26 તબીબી રાહત પોસ્ટ બનાવી છે. યાત્રાના રૂટ પર 22 નિષ્ણાતો, 179 મેડિકલ ઓફિસર અને 299 પેરામેડિકલ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે.

મુખ્ય સચિવ રાધા રાતુરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વહીવટીતંત્ર હાલમાં યાત્રા રૂટ પર ટ્રાફિક વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, સીસીટીવી અને ડ્રોન દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.તેમજ વૃદ્ધો, વિકલાંગો, બિમાર અને બાળકોને મદદ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને નોંધણી અને ટોકન સિસ્ટમને અનુસરવાના મહત્વના પગલા લેવાય રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ સચિવે મુખ્ય સચિવને ધામો, યાત્રાના માર્ગો અને કાર્યક્રમના સ્થળો પરના તીર્થયાત્રીઓના દૈનિક અહેવાલ ગૃહ મંત્રાલયને મોકલવા નિર્દેશ આપ્યો હતો. તેમણે જરૂર પડે તો ભીડ વ્યવસ્થાપન માટે NDRF અને ITBPનો ઉપયોગ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તેમણે ભાવિ ચારધામ યાત્રા વ્યવસ્થાપન માટેની વ્યૂહરચના ઘડવા માટે એક સમિતિની રચના કરવા પર પણ ભાર મૂક્યો હતો અને ગ્રાઉન્ડ લેવલ પર યાત્રા મેનેજમેન્ટ પર કડક દેખરેખ રાખવા કહ્યું હતું. તો કેન્દ્રીય ગૃહ સચિવે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના સફળ આયોજન માટે કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદ અને સહકારની ખાતરી આપી હતી.

આ સમાચાર પણ વાંચો:  Acharya Devvrat: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત કેડરના વર્ષ 2023ની બેચના પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારીઓની સૌજન્ય મુલાકાત

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More