ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં પરિસ્થિતી ખરાબ થઈ ગઈ છે.
ઉત્તરાખંડમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને અટકાવી દેવામાં આવી છે.
આ માહોલમાં બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીમાં આશરે દસ હજાર શ્રદ્ધાળુ ફસાઈ ગયા છે.
ઉત્તરાખંડ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યભરમાં ભારે વરસાદ સાથે હિમવર્ષા, તોફાનની ચેતવણી આપતા રેડ એલર્ટ આપ્યું છે.