News Continuous Bureau | Mumbai
ચારધામ યાત્રાના(Chardham Yatra) દરમિયાન 100થી વધુ તીર્થયાત્રિકોના(pilgrims) મોત બાદ ઉત્તરાખંડ સરકારે(Uttarakhand Government) મોટો નિર્ણય લીધો છે.
હવે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને યાત્રા કરતાં પહેલા મેડિકલ ચેકઅપની(Medical checkup) પ્રક્રિયાથી પાસાર થવું પડશે.
ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગના(Department of Health) જણાવ્યા અનુસાર યાત્રા 106 તીર્થયાત્રિકોનું મોત નીપજ્યું છે.
ચારધામ યાત્રા દરમિયાન મૃત્યુ પામી રહેલા શ્રદ્રાણુઓમાં 78 પુરુષ અને 28 મહિલાઓ છે, મૃતકોમાં સૌથી વધુ કેદારનાથમાં(Kedarnath) 50 યાત્રિકોની મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે ચારધામ યાત્રા 3 મેથી શરૂ થઈ છે.27 દિવસની યાત્રામાં ચાર ધામમાં અત્યાર સુધીમાં 102 યાત્રિકોના મોત થયા છે.
આ સમાચાર પણ વાંચો : બેંગલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકાઈ, કાર્યક્રમમાં થયો હોબાળો અને મારપીટ; જુઓ વિડિયો, જાણો વિગતે…