ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર 2021
મંગળવાર.
છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલના પિતા હંમેશા કોઈને કોઈ કારણથી ચર્ચામાં હોય છે. આ વખતે તેઓએ કેન્દ્ર સરકાર પાસે એથનોલ બનાવવાની કરેલી માગણીને લઈને ચર્ચામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર પાસે માગણી કરવા માટે તેમણે કરેલા અનોખો પ્રયોગને કારણે તેઓ ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.
રાયપુરના મહાદેવ ઘાટ સ્થિત ખારુન નદીમાં તેમણે પાણીની સપાટી પર યોગ ક્રિયા કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે છત્તીસગઢમાં એથેનોલ બનાવવાની માગણી કરી છે. પાણીમાં ડૂબયા વગર તેની સપાટી પર ખાસ્સો સમય તેઓ તરતા રહ્યા હતા. તેઓ યોગામાં મહારથી હોવાનું માનવામાં આવે છે.
86 વર્ષની ઉમરમાં મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલના પિતાએ જે અંદાજમાં યોગા કરી રહ્યા હતા, તેનાથી સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. તેમની આ જળસમાધીને જોવા મોટી સંખ્યામાં લોકો નદીકિનારા પાસે જમા થઈ ગયા હોવાનું કહેવાય છે.