News Continuous Bureau | Mumbai
દાર્જિલિંગ ચીન પર ચાની આત્મનિર્ભરતાને ઘટાડવા માટે 19મી સદીમાં અંગ્રેજી શાસનમાં વિકસિત દાર્જિલિંગના ચાના બગીચા હાલમાં નાણાકીય સંકટમાં છે. અડધાથી વધુ ચારના બગીચા દેવાળું ફૂંકવાના આરે છે. એવી સ્થિતિ વચ્ચે ચાના ઉત્પાદકોની નિયામક સંસ્થા ભારતીય ચાય બોર્ડે કેન્દ્ર સરકાર પાસેથી 988 કરોડ રૂપિયાના ખાસ પેકેજની માગ કરી છે. ચીન બાદ દુનિયામાં બીજા સૌથી મોટા ચા ઉત્પાદક ભારતમાં 55 હજાર શ્રમિકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ચાના બગીચાઓની સામે બે મુખ્ય સમસ્યાઓ છે.
પહેલી સમસ્યા નેપાળની દાર્જિલિંગ ચાના નામથી વેચવામાં આવતી સસ્તી ચા મોટા પ્રમાણમાં નેપાળથી સીધી વિદેશમાં ભારતીય ઉત્પાદન તરીકે નિકાસ કરી દેવામાં આવે છે. તસ્કરીથી દાર્જિલિંગ ચાના રૂપમાં સસ્તી ચા વેચવામાં આવે છે. આવી સ્થિતિમાં બંગાળની અસલી દાર્જિલિંગ ચાનો ઉત્પાદન ખર્ચ નેપાળની ચાની સરખામણીમાં વધારે છે. દર વર્ષે દાર્જિલિંગ ચાના લેબલની સાથે બે કરોડ કિલો ચાનું વેચાણ થાય છે. પરંતુ હકીક્તમાં દાર્જિલિંગ ચાના બગીચામાં એક કરોડ કિલો ચા જ ઉગાડવામાં આવે છે. મુક્ત વેપાર સમજૂતી દાર્જિલિંગ ચાની દાણચોરીને રોકવામાં અડચણરૂપ છે. બીજી બાજુ ક્લાઈમેટ ચેન્જથી ચાનું ઉત્પાદન ઘટી રહ્યું છે. દાર્જિલિંગ ટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દાર્જિલિંગ જિલ્લાના કુર્સિયોંગમાં સરેરાશ તાપમાન 0.5 ડિગ્રી વધ્યું છે.
દાર્જિલિંગ ચાની પાસે જ જીઆઇ ટેગ છે. બંગાળના દાર્જિલિંગ અને કલિમ્ફોંગમાં 600થી 2000 મીટરની ઊંચાઇ પર ઉગાડવામાં આવતી ચાને જ દાર્જિલિંગ ચા ગણવામાં આવે છે. ચા બોર્ડે 87 બગીચાઓને જ દાર્જિલિંગ ચા માટે લાઈસન્સ આપ્યાં છે.
આ સમાચાર પણ વાંચો :10 મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોથી 8 પર ભાજપ આગળ, 61% મુસ્લિમ મતદારો સાથે જમાલપુર બીજા સ્થાને