Site icon

Kuno National Park: ચિત્તા ગામિની અને તેના બચ્ચા એ કર્યો વાછરડા નો શિકાર,ગ્રામજનોમાં ભયનો માહોલ

કુનો નેશનલ પાર્ક (Kuno National Park)માંથી બહાર નીકળીને ચિત્તા ગામિની અને તેના બચ્ચાએ શિયોપુર જિલ્લાના હસનપુર ગામમાં પ્રવેશ કર્યો, ઘટના (Incident)નો વીડિયો થયો વાયરલ

ચિત્તા ગામિની અને તેના બચ્ચા એ કર્યો વાછરડા નો શિકાર,ગ્રામજનોમાં ભયનો માહોલ

ચિત્તા ગામિની અને તેના બચ્ચા એ કર્યો વાછરડા નો શિકાર,ગ્રામજનોમાં ભયનો માહોલ

News Continuous Bureau | Mumbai
મધ્યપ્રદેશના શિયોપુર (Sheopur) જિલ્લાના હસનપુર ગામમાં બુધવારે ચિત્તા ગામિની (Cheetah Gamini) અને તેના બચ્ચાએ કુનો નેશનલ પાર્કની સીમા (Boundaries) પાર કરીને પ્રવેશ કર્યો. તેઓ ગામના ખેતરોમાંથી પસાર થયા બાદ પપ્પુ પટેલિયા નામના ખેડૂતના વાડામાં પહોંચ્યા જ્યાં એક વાછરડું (Calf) બાંધેલું હતું. ચિત્તા એ તેનો શિકાર (Hunt) કરીને લગભગ એક કલાક સુધી ત્યાં રોકાઈને તેનું ભક્ષણ કર્યું.

ઘટનાનો વીડિયો વાયરલ, ગ્રામજનોમાં ભય અને ગુસ્સો

Join Our WhatsApp Community

ઘટનાનો વીડિયો કેટલાક ગ્રામજનો દ્વારા દૂરથી રેકોર્ડ કરવામાં આવ્યો છે અને તે સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થયો છે. ચિત્તા ના આ અચાનક હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો વનયવિભાગ પાસેથી વધુ સુરક્ષા (Safety) અને રાત્રિ પેટ્રોલિંગ (Night Patrolling)ની માંગ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Ajit Doval Meeting With Putin: અજીત ડોભાલની પુતિન સાથે મુલાકાત: યુએસના 50% ટેરિફનો આકરો જવાબ!

ચિત્તા પર નજર રાખવા માટે ફોરેસ્ટ વિભાગ સજ્જ

કુનોના CCF ઉત્તમકુમાર શર્માએ જણાવ્યું કે વાછરડું ગુમાવનાર ખેડૂતને વળતર (Compensation) આપવામાં આવશે. ફોરેસ્ટ વિભાગની ટીમે ચિત્તા ને ગામમાંથી બહાર ખદેડી દીધા છે અને તેમને ફરી કુનો અભયારણ્યમાં પાછા લાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. આ સાથે જ ચિત્તા ની હલચાલ (Movement) પર સતત નજર રાખવામાં આવી રહી છે.

જાગૃતિ અભિયાન અને રાત્રિ પેટ્રોલિંગની કરી માંગ

ગ્રામજન ધ્રુવ મીનાએ જણાવ્યું કે જો ફોરેસ્ટ ટીમ સમયસર ન પહોંચી હોત તો સ્થિતિ વધુ ગંભીર બની શકતી. ગ્રામજનો એ જંગલી પ્રાણીઓ ગામ માં પ્રવેશે ત્યારે શું કરવું તે અંગે જાગૃતિ અભિયાન (Awareness Campaign) ચલાવવાની વન્ય વિભાગને સલાહ આપી છે. સાથે સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરી છે.

 

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version