ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
23 ડિસેમ્બર 2020
ચેન્નઈના લોકો માટે સારા સમાચાર છે. દક્ષિણ રેલ્વેએ 23 ડિસેમ્બરથી સામાન્ય લોકોને બિન-પીક અવર દરમિયાન મુસાફરી કરવાની મંજૂરી આપી છે. આ સમાચારને રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કર્યા છે.
રેલવેએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે વહેલી સવારે 9:30 થી સાંજના 4:30 સુધી અને સાંજે 7 વાગ્યાથી સેવા સમાપ્ત થાય ત્યાં સુધી આ બિન-પીક અવરમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે.
જો કે, તેમણે લોકોને મુસાફરી દરમિયાન આરોગ્ય મંત્રાલયની કોવિડ -19 સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરવાની વિનંતી કરી છે. આ દરમ્યાન મુસાફરોનના જરૂરી આઈકાર્ડ રેલ્વે કર્મચારીઓ દ્વાર સ્ટેશનો પર અને મુસાફરી દરમિયાન ચકાસણી કરવામાં આવશે.
સધર્ન રેલ્વેએ લોકલ ટ્રેન સર્વિસનો ઉપયોગ કરતા તમામ મુસાફરોને લોકોની સલામતી માટે કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવાની અપીલ કરી છે.
બીજી બાજુ મુંબઈગરાઓ આતુરતાથી જીવાદોરી સમાન લોકલ ટ્રેન સામાન્ય જનતા માટે ખુલી મુકાય તેની રાહ જોઈ રહયાં છે. આમ તો મુંબઈમાં15 જૂનથી લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી છે પરંતુ તેમાં માત્ર જીવનાવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને જ છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ મહિલાઓને નોન પીક અવરમાં પ્રવાસની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી સર્વસામાન્ય લોકલ જનતા માટે શરૂ થઈ નથી. આમ આજે ચેન્નાઇમાં લોકલ ટ્રેન શરૂ થતાં મુંબઈના લોકો પણ આશા રાખી રહયાં છે કે લોકલ જલ્દી જ શરૂ થાય.
