News Continuous Bureau | Mumbai
Chhagan Bhujbal : મહારાષ્ટ્ર (Maharashtra) ના મંત્રીને જાનથી મારી નાખવાની(death threat) ધમકી મળી છે. મંત્રી છગન ભૂજબળને (Chhagan Bhujbal) જાનથી મારી નાખવાનો એક વોટ્સએપ મેસેજ (Whatsapp Message) મળ્યો છે. ત્યારબાદ નેતાએ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ મળ્યા બાદ નાસિક પોલીસ (Nashik Police) તેની તપાસમાં લાગી ગઈ છે. પોલીસના એક અધિકારીએ આ જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે નાસિકમાં જ્યારે તે પોતાના ઘર પર હતા, ત્યારે તેમને આ ધમકી મળી અને ધમકીમાં કહેવામાં આવ્યું છે કે હિસાબ બરાબર થઈ જશે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધમકી ભરેલો મેસેજ મરાઠી (Marathi) ભાષામાં મળ્યો હતો. તેમાં યોગ્ય રીતે વ્યવહાર કરવાની ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ કહેવામાં આવ્યું હતું કે તે વધારે દિવસ સુધી જીવતા નહીં રહે. જો આ ધમકીને તે નહીં માને તો હિસાબ બરાબર કરી દેવામાં આવશે. ધમકી ભરેલા આ મેસેજને લઈને પોલીસ સ્ટેશનનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારબાદ નાસિક પોલીસે તેની તપાસ તેજ કરી છે.
આ સમાચાર પણ વાંચો : NCB Mumbai Raids: મુંબઈમાં ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ, NCBએ દરોડા પાડીને આટલા કરોડનું ડ્રગ્સ કર્યું જપ્ત.. વાંચો અહીં..
સમીર વાનખેડેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી….
જો કે હાલમાં એ જાણી શકાયુ નથી કે આ મેસેજ કોણે, ક્યાં અને કયા નંબરથી મોકલ્યો હતો, ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી NCPના પૂર્વ ઝોનલ ચીફ સમીર વાનખેડે (Sameer Wankhede) ને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ તરફથી સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સમીર વાનખેડે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવા મામલે ચર્ચામાં આવ્યા હતા. હાલમાં સમીર વાનખેડે ચેન્નાઈમાં કાર્યરત છે. ધમકી મળ્યા બાદ તેમને ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કોઈએ સંજ્ય રાઉત (Sanjay Raut) ને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.