ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
મહારાષ્ટ્રના અન્ન પુરવઠા મંત્રી છગન ભુજબળ એ વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓ કેન્દ્ર સરકાર ઉપર ટીકા કરી રહ્યા હતા. તે સમયે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇન્જેક્શન સમયસર મોકલવું જોઈએ. આ તમામ વ્યવસ્થા અત્યારે કેન્દ્ર સરકારને આધીન છે. આ પરિસ્થિતિમાં જો કોઈ પ્રકારનું રાજકારણ થશે તો યોગ્ય નહીં હોય. જોકે આ વાત કરતા ની સાથે જ્યારે પત્રકારોએ તેમને પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે જવાબ આપ્યો કે રેમડેસિવીર કંઈ અમે બનાવતા નથી.
મહારાષ્ટ્રના ધારાસભ્યનું કોરોના ને કારણે નિધન. કોંગ્રેસને લાગ્યો ઝટકો.