ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલની રાયપુર પોલીસે ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, નંદકુમાર બઘેલને જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
નંદકુમાર બઘેલ પર એક વિશેષ સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો કરવા બદલ ધાર્મિક સૌહાદ ખલેલ પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
નંદકુમાર બઘેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 153A અને 505-A (B) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
નોંધનિય છે કે, રાજધાની રાયપુરના એક વિશેષ વર્ગ દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી કે નંદકુમાર બઘેલ દ્વારા વર્ગ વિશેષ પર અમર્યાદિત ટિપ્પણી કરવામાં આવી જેનાથી તેમની ભાવનાને ઠેંસ પહોંચી છે.
શું તમે ફળ ધોયા વગર ખાવ છો? તમને નિપાહ વાયરસ થઈ શકે છે; જાણો ચોંકાવનારી માહિતી
