ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પરિવહન મંત્રી રાજીન્દરપાલ સિંહ ભાટિયાએ આત્મહત્યા કરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજીન્દરપાલ સિંહે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી હોવાના સમાચાર નથી.
આ ઘટના અંગે પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.
જોકે, આ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
રાજીન્દરપાલ સિંહ ભાટિયા ભાજપના વરિષ્ઠ નેતા હતા. તેઓ રાજ્યના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રહી ચૂક્યા છે.
આ ઉપરાંત તેઓ રાજનાંદગાંવની ખુજી વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.