News Continuous Bureau | Mumbai
Chhattisgarh: છત્તીસગઢ ( Chattisgarh ) ના દુર્ગ ( Durg ) માં પત્ની સાથે અકુદરતી સેક્સ ( Unnatural Sex ) કરનાર પતિને ( Husband ) 9 વર્ષની જેલ થઈ છે. આ કેસમાં આરોપીના માતા-પિતા અને તેની બહેનને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે અને તેમને સજા કરવામાં આવી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ ( Fast Track Court ) માં 7 વર્ષથી ચાલી રહેલા કેસની સુનાવણી બાદ આ નિર્ણય આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વૈશાલી નગર વિધાનસભાના નહેરુ નગરમાં રહેતા બિઝનેસમેન ( businessman ) નિમિષ અગ્રવાલ (42)ના લગ્ન 2007માં થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ જ બિઝનેસમેન નિમિષ તેની પત્નીને દહેજ ( dowry ) માટે હેરાન કરવા લાગ્યો હતો. આટલું જ નહીં, વેપારીએ તેની પત્નીને અકુદરતી સેક્સ કરવા માટે પણ દબાણ કર્યું. દરમિયાન, પતિની હેરાનગતિથી કંટાળીને પત્નીએ 2016માં સાસરિયાં છોડીને મામાના ઘરે રહેવા લાગી હતી.
થોડા સમય પછી, પીડિતાએ એક છોકરીને જન્મ આપ્યો અને કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં પુરાવા અને નિવેદનોના આધારે, દુર્ગ જિલ્લાની ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપી નિમિશ અગ્રવાલને કલમ 377 માટે દોષિત ઠેરવ્યો અને તેને 9 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી.
1 વર્ષની સખત કેદ અને 1000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો…
આ ઉપરાંત 1 વર્ષની સખત કેદ અને 1000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે પીડિતાના સસરા સુનીલ અગ્રવાલ (72) અને સાસુ રેખા અગ્રવાલ (68)ને પણ કલમ 323માં દોષિત ઠેરવ્યા છે અને તેમને 10 મહિનાની જેલ અને 1,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. આ સિવાય દોષિતની બહેન નેહા અગ્રવાલ 46ને પણ 6 મહિનાની જેલ અને 1000 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Kamaal r khan: કમાલ આર ખાન ની મુંબઈ એરપોર્ટ પર થઇ ધરપકડ, ટ્વીટ કરી ને લીધું બોલિવૂડ ના આ સુપરસ્ટાર અભિનેતા નું નામ
સજાની જાહેરાત થતાની સાથે જ નિમિષ અગ્રવાલની દુર્ગ કોતવાલી પોલીસ સ્ટેશને ધરપકડ કરી હતી અને જિલ્લા હોસ્પિટલમાં તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. આ પછી તેને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં નિમિષની તબિયત બગડતાં તેને સરકારી દુર્ગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
પતિને સજા મેળવનાર પત્નીએ જણાવ્યું કે તેના લગ્ન 2007માં નહેરુ નગરના રહેવાસી નિમિષ સાથે થયા હતા. નિમિષ હંમેશા તેના પર લગ્ન બાદ દહેજ લાવવા માટે દબાણ કરતો હતો. શારીરિક માનસિક ત્રાસ પણ આપતો હતો. તેણે તેની સાથે અકુદરતી સંબંધો બાંધવા પર પણ દબાણ કર્યું હતું.