ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,9 એપ્રિલ 2021.
શુક્રવાર.
બિજાપુરના સુકમા જીલ્લામાં નક્સલીઓ સાથે થયેલી મુઠભેડ બાદ અપહરણ કરાયેલા કોબ્રા કમાન્ડો રાકેશ્વર સિંહ નો નક્સલીઓની કેદમાંથી છુટકારો થઈ ગયો છે. રાકેશ્વર સિંહને છોડવા માટે નક્સલિઓ એ શરત રાખી હતી.
રાકેશ્વર સિંહ ને છોડાવવા ચાર લોકોની એક ટિમ ગયી હતી જેમાં ગામના માણસો સાથે બે પત્રકાર પણ હતા. આ પત્રકારોએ નક્સલીઓ સાથેની વાતચીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નક્સલીઓ એ શરત રાખી હતી કે, સરકાર વાટાઘાટો માટે કોઈને મોકલશે પછી જ જવાનને છોડવામાં આવશે.એ સિવાય બીજા પણ કેટલાક પત્રકારો નક્સલીઓના સંપર્કમાં હતા. રાકેશ્વર સિંહ ને લેવા ગયેલા પત્રકારો જણાવે છે કે,નક્સલીઓના ગામમાં પહોંચ્યા પછી વાતચીત માટે એક જન અદાલત બેસાડવામાં આવી હતી. આ વાતચીત દરમિયાન નક્સલીઓ એ બહુ મોટું ભાષણ આપ્યું અને એ પછીજ રાકેશ્વર સિંહની રિહાઈ થઇ હતી.
નક્સલીઓના સકંજામાંથી છૂટ્યા બાદ રાકેશ્વર સિંહે કહ્યું કે, મુઠભેડ દરમિયાન કઈ રીતે બેહોશ થઇ ગયો હતો અને એનો ફાયદો ઉપાડી ને નક્સલીઓએ તેને કેદ કરી લીધો હતો.ત્યારબાદ છ દિવસ સુધી અલગ અલગ ગામમાં ફેરવ્યો હતો પણ તેની સાથે કોઈ બદસલૂકી કરવામાં આવી નહતી. રાકેશ્વર સિંહના છૂટકારાથી તેના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.