Site icon News Continuous Bureau | Mumbai

Chhattisgarh Naxal Encounter : છત્તીસગઢમાં જવાનોની મોટી કાર્યવાહી, આટલા નક્સલવાદીઓને માર્યા ઠાર…

Chhattisgarh Naxal Encounter :છત્તીસગઢના નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર અબુજમર્હ શહેરના ગાઢ જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ. દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે નક્સલ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં અમારા સુરક્ષા દળોને 12 નક્સલવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે.

Chhattisgarh Naxal Encounter Encounter underway between security forces, naxals at Narayanpur-Dantewada Border

Chhattisgarh Naxal Encounter Encounter underway between security forces, naxals at Narayanpur-Dantewada Border

News Continuous Bureau | Mumbai 

 Chhattisgarh Naxal Encounter : છત્તીસગઢના દંતેવાડા જિલ્લાની સરહદમાં આજે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ છે. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. નક્સલવાદીઓના ફાયરિંગનો પોલીસ જડબાતોડ જવાબ આપી રહી છે.

Join Our WhatsApp Channel

 Chhattisgarh Naxal Encounter : નક્સલવાદીઓ વચ્ચે અથડામણ 

અહેવાલ છે કે નક્સલ વિરોધી સર્ચ ઓપરેશનમાં નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લાના ડીઆરજી સાથે એસટીએફ-સીઆરપીએફની સંયુક્ત પાર્ટી દક્ષિણ અબુઝહમદ વિસ્તારમાં ગઈ હતી. જ્યાં ગુરુવારે સવારે 3 વાગ્યાથી સંયુક્ત સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. તે જ સમયે, પોલીસ જવાનો નક્સલીઓના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Cabinet expansion: CM દેવેન્દ્ર ફડણવીસનો મોટો નિર્ણય, એકનાથ શિંદેના નજીકના વ્યક્તિને આ પદ પરથી હટાવ્યા; કરી નવી નિમણુંક…

 Chhattisgarh Naxal Encounter :12 નક્સલવાદીઓના મૃતદેહ મળ્યા

એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા છે. પોલીસને 12 નક્સલીઓના મૃતદેહ મળ્યા છે. આ એન્કાઉન્ટરમાં સેન્ટ્રલ કમિટી લેવલનો એક નક્સલી માર્યો ગયો હોવાના અહેવાલ છે. સવારે 3 વાગ્યાથી ગોળીબાર સતત ચાલુ છે.  હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.  

 

Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં હાહાકાર: અચાનક આવેલી મંદીથી રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં ક્યાંથી આવ્યો મોટો ઘટાડો?
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
RBI Scheme Rupee Surge આરબીઆઈની આ યોજનાથી રૂપિયામાં તુફાની છલાંગ, ડોલર સામે જોવા મળી 47 પૈસાની શાનદાર રિકવરી
Gold Silver Price Surge સોનું 1,54,000 ને પાર અને ચાંદી 2,40,000 ના સ્તરની નજીક, વાયદા બજારમાં અચાનક તેજી પાછળના મુખ્ય કારણો
Exit mobile version