News Continuous Bureau | Mumbai
Chhattisgarh News:છત્તીસગઢમાં ધર્મ પરિવર્તનને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ અહીં બિલાસપુરમાં એક મુખ્ય શિક્ષક ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ધર્મ પરિવર્તન કરવા માટે ઉશ્કેરી રહ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ પછી, પોલીસે મુખ્ય શિક્ષક વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી છે.
જુઓ વિડીયો
सरेआम-खुलेआम मैं ब्रह्मा विष्णु महेश को……
सरकारी स्कूल के हेडमास्टर ने कराया धर्मान्तरण। हिंदू देवी देवताओं को नहीं मानने की दिलाई शपथ। हेड मास्टर रतन लाल सरोवर ने हिंदू देवी-देवताओं के खिलाफ दिलाई अभद्र शपथ। बिलासपुर के शासकीय स्कूल का मामला। 22 जनवरी को अयोध्या में राम… pic.twitter.com/m0IO4c5nr6
— Shubham Shukla (@ShubhamShuklaMP) January 29, 2024
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 27 જાન્યુઆરી 2024નો હોવાનું કહેવાય છે. જેમાં બિલાસપુર બિલહા બ્લોકની એક સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક વિદ્યાર્થીઓને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં ન માનવાની અને તેમની પૂજા ન કરવાના શપથ લેવડાવતા જોવા મળે છે.
હિન્દુ સંગઠનોએ હંગામો મચાવ્યો
વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ આ ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો. સંગઠનોએ મુખ્ય શિક્ષકના પૂતળાનું દહન કરી કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત રતનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે શિક્ષક સામે ગુનો નોંધ્યો હતો.
મહત્વનું છે કે હિન્દુ સંગઠનો અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને મુખ્ય શિક્ષકનું પૂતળું બાળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે. આ પછી બિલાસપુર વિસ્તારમાં હિંદુ સંગઠનો દ્વારા વિરોધનો અંત આવ્યો.
આ સમાચાર પણ વાંચો : Delhi: દિલ્હીમાં DRI એ આટલા કરોડથી વધુની કિંમતના સોના અને ચાંદી જપ્ત કરી… દાણચોરી રેકેટનો કર્યો પર્દાફાશ.. જુઓ વિડીયો..
કમિટી બે દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવા અને આ બાબતે તપાસ કરવાના આદેશો જારી કર્યા છે. આજે તપાસ સમિતિની રચના કરવામાં આવશે. આ કમિટી તપાસ પૂર્ણ કરીને બે દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. આ ઉપરાંત મુખ્ય શિક્ષકને ચાર્જશીટ જારી કરવામાં આવશે અને તેનો જવાબ માંગવામાં આવશે, તેના આધારે કમિટીની તપાસ આગળ વધશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)