News Continuous Bureau | Mumbai
Cleanliness Campaign: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ( Bhupendra Patel ) ગાંધીનગર નજીક ના ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાન માં સહભાગી થયા. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ( Narendra Modi ) આ પવિત્ર ઉત્સવ ના સંદર્ભમાં તા.૧૪/૦૧/ ૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની ( Religious Places ) સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.
“સ્વચ્છતા ત્યાં પ્રભુતા”
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે, જેના સંદર્ભે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન… pic.twitter.com/1ALWeKHVEg
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 14, 2024
ગુજરાત વડાપ્રધાનશ્રી ના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે.
તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન સફાઈ અભિયાન નું જન આદોલન હાથ ધરાયું છે.
આ સમાચાર પણ વાંચો : Vande Bharat Express: મહારાષ્ટ્રમાં લાસુર પાસે વંદે ભારત એક્સપ્રેસ સાથે ગાયની ટક્કર.. ટ્રેનનું એન્જિન થયુ નિષ્ફળ.. આટલા કલાક સુધી પ્રવાસ ખોરવાયો
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
આ રાજ્યવ્યાપી અભિયાન માં રવિવાર, ૧૪ જાન્યુઆરી ,મકર સંક્રાંતિ ના દિવસે સવારે ગાંધીનગર નજીક ના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થયા હતા.
તેમણે મંદિર પરિસર ની સફાઈ કરી હતી અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજી ના દર્શન અર્ચન કર્યા હતા.
ગાંધીનગર ( Gandhinagar ) ના મેયર શ્રી હિતેશ મકવાણા, ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર તેમજ શહેર અને જિલ્લાના સંગઠન ના અગ્રણીઓ આ અભિયાન માં જોડાયા હતા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.