Site icon

CM Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિની કરી સમીક્ષા

CM Bhupendra Patel: વરસાદ, ડેમમાં પાણી અને રોડ-રસ્તાની સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી. વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની મુખ્યમંત્રીશ્રી એ સૂચના આપી:-પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ. ગુજરાતમાં આજ સાંજના ૬ વાગ્યા સુધીમાં ૪૬૧.૨૨ મી.મી. વરસાદ વરસ્યો સરેરાશ વરસાદની સામે ૫૨.૨૩ ટકા વરસાદ. ગુજરાતમાં કચ્છ રીજીયનમાં સૌથી વધુ ૭૫.૫૦ ટકા સરેરાશ વરસાદ : ગુજરાતના ૭૪ તાલુકાઓમાં ૫૦૦ મી.મી.થી વધુ વરસાદ. સવારના ૬ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ ૩૫૪ મી.મી.વરસાદ . હવામાન વિભાગ દ્વારા તા.૨૪ થી ૨૮ જુલાઇ-૨૦૨૪ સુધી માછીમારોને દરિયો નહી ખેડવા સૂચના . સરદાર સરોવર ડેમમાં ૧,૮૨,૪૪૪ એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ : કુલ સંગ્રહ ક્ષમતાના ૫૪.૬૧ ટકા . ગુજરાતના ૪૬ ડેમ ૧૦૦ ટકા ભરાયા : ૫૧ ડેમ હાઇએલર્ટ પર . ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન અત્યારસુધીમા ૪૨૩૮ લોકોનું સ્થળાંતર કરાયુ : ૫૩૫ નાગરિકોનું રેસ્ક્યુ . ગુજરાતમાં એન.ડી.આર.એફ.ની ૧૩ અને એસ.ડી.આર.એફ.ની ૨૦ ટીમો તૈનાત કરાઇ

Chief Minister Shri Bhupendrabhai Patel reviewed the prevailing situation of rain in the state in the cabinet meeting

Chief Minister Shri Bhupendrabhai Patel reviewed the prevailing situation of rain in the state in the cabinet meeting

  News Continuous Bureau | Mumbai 

CM Bhupendra Patel:  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં હાલ સમગ્ર ગુજરાતમાં ( Gujarat Rain ) વ્યાપક અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

જે સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ભારે વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની ( Gujarat Waterlogging )  અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી

આ ઉપરાંત રોડ-રસ્તા, ડેમ, વીજળી, પાણી પુરવઠો, ખેતીવાડીને થયેલ નુકસાન સહિતની બાબતોની તલસ્પર્શી સમીક્ષા મંત્રીમંડળની બેઠકમાં થઈ હતી. 

ગુજરાતમાં  કાલના સાંજના ૦૬ વાગ્યા સુધીમાં ૪૬૧.૨૨ મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદની સામે ૫૨.૨૩ ટકા વરસાદ છે. ગુજરાતમાં કચ્છ રીજીયનમાં સૌથી વધુ ૭૫.૫૦ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૨૬.૭૧ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૧.૩૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૩.૩૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ( Gujarat Heavy Rain ) ૬૨.૦૪  ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના ૭૪ તાલુકાઓમાં ૫૦૦ મી.મી.થી વધુ વરસાદ વરસ્યો છે. 

ચોમાસાની સિઝન દરમિયાન અત્યારસુધીમા ગુજરાતના ૭ જિલ્લાઓમાંથી કુલ ૪,૨૩૮ નાગરિકોનું સ્થળાંતર તથા ૫૩૫ નાગરિકોનું રેસ્ક્યુ કરાયું છે. ગુજરાતમાં એન.ડી.આર.એફ.ની ૧૩ અને એસ.ડી.આર.એફ.ની ૨૦ ટીમો તૈનાત કરાઇ છે તથા એન.ડી.આર.એફ.ની બે ટીમો રિઝર્વ રાખવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી શ્રી એ જણાવ્યું હતુ. 

તા. ૨૩ જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકામાં ૦૩, બનાસકાંઠામાં ૦૨, કચ્છ ૦૨, રાજકોટ ૦૧, અને સુરત ૦૧ એમ કુલ ૦૯ માનવ મૃત્યુ નોંધાયા છે.જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઇ જવાના કારણે નિપજ્યાં છે. 

આ સમાચાર પણ વાંચો  :  Mumbai Rain : મુંબઈમાં હજુ કેટલા દિવસ ભારે વરસાદ પડશે? હવામાન વિભાગે કરી મોટી આગાહી; જાણો હવામાન વિભાગનો વર્તારો..

વરસાદને પગલે વીજળીના કારણે ૫૮૧૭ ગામડાઓ પૈકી ૫૭૯૬ , ૧૧૩૫૮ ફીડર પૈકી ૧૧૦૩૭, ૫૨૫૫ પોલ પૈકી ૪૨૧૧ અને ૩૧૭ ટ્રાન્સફોર્મર સેન્ટર પૈકી ૧૮૪ પૂર્વવત કરાયા છે . 

વરસાદને પગલે અસર પામેલા માર્ગો પૈકી ૩૦ ને પૂર્વવત કરાયા છે જેમા ૦૨ ગુજરાતના માર્ગો, ૨૩ પંચાયત ના અને ૫ અન્ય માર્ગો છે.

ગુજરાતના વિવિધ ડેમમાં પાણીની સ્થિતિ અંગેની વિગતો આપતા મંત્રી શ્રી એ જણાવ્યું હતુ કે, હાલ ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા લિ. હેઠળ ૧૮૨૪૪૪ એમ.સી.એફ.ટી. પાણીનો  જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના ૫૪.૬૧ ટકા છે. 

ગુજરાતના અન્ય ૨૦૬ જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૨,૩૬,૮૪૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ ૪૨.૨૮ ટકા  છે. 

જેમાં કુલ ક્ષમતાના ૧૦૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૪૬ , ૭૦ થી ૧૦૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૨૫, ૫૦ થી ૭૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૪૧, ૨૫ ટકા થી નીચે ભરાયેલ ડેમની સંખ્યા ૬૯ છે. 

ગુજરાતના ૨૦૬ ડેમ પૈકી ૫૧ ડેમને હાઇ એલર્ટ પર , ૮ ડેમને એલર્ટ અને ૧૨ જેટલા ડેમને વોર્નીંગ સ્ટેજ પર રાખવામાં આવ્યા છે. 

ગુજરાતમાં ભારે વરસાદને પગલે જે  રસ્તાઓ અને ક્રોઝ-વેનું ધોવાણ થયું છે તે પાણી ઓસરતા સત્વરે મરામત કરીને સમગ્ર પરિસ્થિતીને પૂર્વવત કરવા મુખ્યમંત્રી શ્રી એ સૂચન કર્યું હોવાનું પ્રવક્તા મંત્રી શ્રી એ જણાવ્યું હતુ. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો  :  PM Narendra Modi: ભારત સાથેના સંબંધોને ગાઢ બનાવવા માટે UK PM દ્વારા આપવામાં આવેલી અગ્રતા પ્રશંસનીય: પ્રધાનમંત્રી

 

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version