ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
મહારાષ્ટ્રમાં ગવર્નર અને એનસીપી શિવસેનાનો ગજગ્રાહ એ કંઈ નવું નથી. શિવસેના સરકારે 12 એમ એલ સી ની સૂચિ ગવર્નરને સોંપી હતી. પરંતુ આજ સુધી ગવર્નરે તેમને એમએલસી બનાવ્યા નથી.જે સંદર્ભે આખું રાજ્ય ચર્ચા કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ ગવર્નરે એવું પગલું લીધું છે, જેના કારણે રાજ ભવન ફરી એક વખત તે ચર્ચાનો વિષય બન્યું છે. ગવર્નર ભગતસિંહ કોશિયારી ગત્ સપ્તાહ દરમિયાન બેથી વધુ વખત મનસુખ હિરેન હત્યા પ્રકરણે, ભાજપના તમામ નેતાઓને મળ્યા હતા. પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ જ્યારે ગવર્નર પાસે મળવાનો સમય માંગ્યો ત્યારે ગવર્નરે કહ્યું, એ દેરાદુન ના પ્રવાસે જવાના હોવાથી ચાર દિવસ પછી મળશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગવર્નર જ્યારે દહેરાદૂન ના પ્રવાસે ગયા હતા,ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ તેમના હેલિકોપ્ટર ઉડાડવાની પરવાનગી આપી નહોતી.આથી મુખ્યમંત્રી અને ગવર્નર વચ્ચેનો ગજગ્રાહ વધુ વકર્યો છે.
શું મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિ શાસન તરફ આગળ વધી રહ્યું છે? રાજનૈતિક ગલીઓમાં ચર્ચા તેજ.