ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર, 2021
મંગળવાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત કેટલાક દિવસથી ખરાબ છે. તેમની સર્વાઇકલ અને કરોડરજ્જુની સમસ્યા વધી ગઈ છે. તેમના નજીકના લોકોનું કહેવું છે કે ગત એક મહિનાથી ઠાકરે ડોક, પીઠ અને કમરના દુખાવાથી હેરાન છે. સોમવારે પંઢરપુરના પાલખી માર્ગ પરિયોજનાના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શામેલ થયા હતા. કાર્યક્રમમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની તબિયત સારી ન હોવા છતાં તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. તેના માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
ટ્રેનમાં માસ્ક વગર પ્રવાસ કર્યો તો તમારું આવી બનશે. પોલીસ કરશે આ કાર્યવાહી; જાણો વિગત.
વિડિયો કોન્ફરન્સિંગમાં ઉદ્ધવ ઠાકરેના ગળામાં પટ્ટો દેખાઈ રહ્યો હતો. તેઓ વધુ સમય બેસી શકતા નથી. મુખ્યમંત્રી ટૂંક સમયમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. તેવી સૂત્રોએ માહિતી આપી છે. હાલમાં શિવસેના કે મહારાષ્ટ્ર સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. દિવાળી દરમિયાન પણ વધુ લોકોને મળવાનો કાર્યક્રમ સીએમ ઉદ્ધવ ઠાકરેએ મોકૂફ રાખ્યો હતો.