Site icon

દક્ષિણ ગુજરાતમાં આતંક મચાવનારી ચીકલીગર ગેંગને પકડતા ક્રાઈમબ્રાન્ચે નાકે આવ્યો દમ- પોલીસને રીતસરના દંડા લઈને દોડવું પડ્યું હતું

News Continuous Bureau | Mumbai 

દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ચીકલીગર ગેંગનો(chikligar gang) બહુ આતંક છે. મંગળવારે સુરતના(Surat) બારડોલી(Bardoli) નજીક આ ગેંગના કુખ્યાત આરોપીને પકડી પાડવા ક્રાઈમ બ્રાન્ચની(Crime Branch) પોલીસે દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું. તેમને પકડી પાડવા પોલીસની ટુકડીને રીતસરનું દંડા લઈને  ગેંગની ગાડીની પાછળ દોડવું પડ્યું હતું. ત્યારે જઈને આ ગેંગ હાથે ચઢી હતી. હાઈવે પર અને લોકોના ઘરમાં લૂંટ (House robbery) કરનારી આ ગેંગ એટલી ખતરનાક છે કે પોલીસ તેમને રોકવાની કોશિશ કરે તો તેના ઉપર પણ હુમલો કરીને તેમને ગાડીથી ધક્કે ચઢાવી દેતી હોય છે.

Join Our WhatsApp Community

મંગળવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ બારડોલીમાં હાઈવે પર દંડા લઈને ઊભી રહી હતી અને ગાડીમાં રહેલી આ ગેંગના ચાર લોકોનો પીછો કરીને તેમને અંતે પકડી પાડવામાં સફળ થઈ હતી. બારડોલી નજીક કારમાં રહેલી ટોળકીને પકડવા માટે પોલીસને દંડા લઈને રીતસરનું તેમની પાછળ દોડવું પડ્યું હતું. કારમાં બેઠેલી ટોળકીએ પણ પોલીસ પર ગાડી દોડાવી મુકવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ હાથે ચડેલી આ ટોળકી પાસેથી પોલીસે મોટા પ્રમાણમાં માલસામાન પર જપ્ત કર્યો હતો. આ અગાઉ ચારેક દિવસ પહેલા જ પણ ચીકલીગર ગેંગના ચાર આરોપીઓ રાજકોટથી પકડયા હતા.

મોટાભાગે હાઈવે પર એકલદોકલ વાહનોને આ ગેંગ ટાર્ગેટ કરે છે. બે રાજ્યોની બોર્ડરના હાઈવે(Highway border) પર ગેંગ એક્ટિવ રહે છે અને રસ્તા પર આડાશ મૂકીને તેઓ વાહનને અટકાવીને ચોરી કરતા હોય છે. ઘરફોડીની સાથે જ ચોરી માટે ઉપયોગમાં લેવાતા વાહનોની ચોરી કરવામાં ઉસ્તાદ આ ટોળકીમાં પહેલા ફક્ત સરદારજી હોવાનું કહેવાય છે. હવે જોકે તમામ લોકો આ ટોળકીમાં છે. સમય જતા અન્ય રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના ગુનેગાર પણ આ ટોળકીમાં જોડાયા હતા. 

આ સમાચાર પણ વાંચો : રાજકીય હલચલ તેજ- મુંબઈથી સુરત- ગુવાહાટીમાં એક સપ્તાહના રોકાણ બાદ હવે અહીં જશે બાગી સૈનિકો- જાણો વિગતે

આ ટોળકીને માથે પોલીસ પર હુમલો કરવાના પણ અનેક કેસ થયા હતા. ટોળકીને રોકાવા માટે પોલીસ આવે તો તેઓ પોલીસ પર ખતરનાક રીતે હુમલો કરી નાખતા હોય છે. લૂંટ કરીને ભાગે ત્યારે વચ્ચે જે આવે તેની પર હુમલો કરે છે. અગાઉ સુરતના ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર પર પણ હુમલો કર્યો હતો. મહેસાણા-ગોધરામાં(Mehsana-Godhra) પણ પોલીસ પર આ ગેંગે હુમલો કર્યો છે. એક વખત લૂંટીને ભાગતા સમયે ચીકલીગરની ગેંગે પોલીસ પર કાર ચઢાવી દીધી હતી.

ચીકલીગર ગેંગની મોડસ ઓપરેન્ડી અલગ પ્રકારની હોય છે. મોટે ભાગે ઘરમાં લૂંટ કરનારી આ ટોળકી ચોરી દરમિયાન વચ્ચે કોઈ પણ આવે તો તેના પર હથિયાર વડે હુમલો કરે છે. એક વખત તો પોલીસ પર જ ગાડી ચઢાવી દીધી હોવાનું કહેવાય છે.

ગેંગ ચોરી કરવાનો પ્લાન બનાવે છે પછી જે-તે વિસ્તારમાં લોકો સામેલ થવા માંગતા હોય તેનો સંપર્ક કરે છે. ચોરી કરવા માટે તમામ પ્રકારનો સામાન લઈને નીકળે છે અને ચોરી કરવાના આગલા દિવસે રેકી કરતા હોય છે. ચોરી કરવા માટે પણ તેઓ ચોરીના વાહનનો ઉપયોગ જ કરે છે. ચોરી બાદ માલ-સામાન સરખા ભાગે વહેંચી લેતા હોય છે.

આ સમાચાર પણ વાંચો :  કોઈ તો મારી સરકાર બચાવો- ફ્લોર ટેસ્ટ નો વિરોધ કરવા ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

આ ટોળકીનું નામ ચીકલીગર નામ કેવી રીતે પડયું તે પણ જાણવા જેવું છે. ટોળકીમાં પહેલા મોટાભાગના લોકો સરદારજી હતા. પંજાબના સરદારજીઓ તાળાં-ચાવી બનાવવામાં માહેર હોય છે. કેટલાક ચાવીઓ ઉપયોગ ચોરી કરવા માટે કરતા થયા હતા. ચાવી વડે ચોરી સરળતાથી થતા તેમની ગેંગમાં બીજા લોકો પણ જોડાતા ગયા હતા. પહેલા ચાવી બનાવે એને ચીકલીગર કહેવામાં આવતું હતું આ કારથી ચોરી કરતી આ ગેંગનું નામ ચીકલીગર પડી ગયું
 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version