News Continuous Bureau | Mumbai
Child Labour :
- બાળમજૂરી સહનશીલ નહીં હોય, દરેક બાળકોને શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાનો હક છે: રાજ્ય બાળ સંરક્ષણ આયોગ અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર
- દરેક બાળક માટે સુરક્ષિત ભવિષ્ય, સુરત જિલ્લાનું બાળકલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધ પગલું
સુરત શહેરમાં સચિન જી.આઇ.ડી.સી. વિસ્તારના પાલીવાલ ચોક અને શિવનગર ખાતે બે હોટલમાં સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ સહિત લેબર ઓફિસર, સુરત મહાનગર પાલિકા કર્મચારી, આરોગ્ય વિભાગ, પ્રયાસ ટીમ, પોલીસ સ્ટાફ સાથે રેડ કરવામાં આવી હતી. બંને હોટેલમાં હેલ્પરનું કામ કરતા ચાર-ચાર બાળકો મળી આવ્યા હતા.
બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરની કતારગામ સ્થિત બાળાશ્રમની મુલાકાત દરમિયાન સચિનથી રેડમાં મુકત કરાયેલા આઠ બાળકો સાથે સહજતાથી વાત કરીને તેમના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી હતી. બાળમજૂરી સહનશીલ નહીં હોય, પણ દરેક બાળકોને શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાનો હક છે, મહેનત અને ઈચ્છાશક્તિ સાથે તમે ભવિષ્યમાં મોટી સફળતા મેળવી શકો એમ તેમણે ઉમેર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Russia India Defence Deal : રશિયાએ ભારતને 5મી પેઢીનું Su-57E ઓફર કર્યું, જો સોદો થશે તો પાકિસ્તાનની સાથે ચીનની પણ હવા નીકળી જશે…
સુરત ટાસ્કફોર્સની રેડ દરમિયાન મળી આવેલા તમામ બાળકો રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે. બાળકોમાં એક ૧૨ વર્ષનો અને અન્ય બાળકો ૧૫ થી ૧૬ વર્ષની વયના છે. બાળકો પાસે સવારે ૭.૦૦ થી રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધી કામ લેવામાં આવતુ હતું. બાળકોને રહેવા જમવા સાથે વેતન રૂપે ૬ થી સાત હજાર જેવી મામુલી રકમ આપવામાં આવતી હતી.
બાળ કલ્યાણ સમિતિ – CWC(Child Welfare Committee)ના આદેશ મુજબ તમામ બાળકોને કતારગામના બાળાશ્રમ સ્થિત વી.આર.પોપવાલામાં લઈ જવામાં આવ્યા છે. તમામ બાળકોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.