Site icon

Child Labour : બાળમજૂરી નાબુદી માટે સુરત ટાસ્કફોર્સની કડક કાર્યવાહી, સચિન GIDC વિસ્તારની બે હોટેલમાંથી કુલ ૮ બાળશ્રમિકો મુકત કરાયાઃ

Child Labour : રેડમાં મુકત કરાયેલા આઠ બાળકો સાથે સહજતાથી વાત કરીને તેમના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી હતી.

Child Labour A total of 8 child labourers were released from two hotels in Sachin GIDC area

Child Labour A total of 8 child labourers were released from two hotels in Sachin GIDC area

News Continuous Bureau | Mumbai            

Child Labour : 

Join Our WhatsApp Community

સુરત શહેરમાં સચિન જી.આઇ.ડી.સી. વિસ્તારના પાલીવાલ ચોક અને શિવનગર ખાતે બે હોટલમાં સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ સહિત લેબર ઓફિસર, સુરત મહાનગર પાલિકા કર્મચારી, આરોગ્ય વિભાગ, પ્રયાસ ટીમ, પોલીસ સ્ટાફ સાથે રેડ કરવામાં આવી હતી. બંને હોટેલમાં હેલ્પરનું કામ કરતા ચાર-ચાર બાળકો મળી આવ્યા હતા.

બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરની કતારગામ સ્થિત બાળાશ્રમની મુલાકાત દરમિયાન સચિનથી રેડમાં મુકત કરાયેલા આઠ બાળકો સાથે સહજતાથી વાત કરીને તેમના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી હતી. બાળમજૂરી સહનશીલ નહીં હોય, પણ દરેક બાળકોને શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાનો હક છે, મહેનત અને ઈચ્છાશક્તિ સાથે તમે ભવિષ્યમાં મોટી સફળતા મેળવી શકો એમ તેમણે ઉમેર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Russia India Defence Deal :  રશિયાએ ભારતને 5મી પેઢીનું Su-57E ઓફર કર્યું, જો સોદો થશે તો પાકિસ્તાનની સાથે ચીનની પણ હવા નીકળી જશે…   

સુરત ટાસ્કફોર્સની રેડ દરમિયાન મળી આવેલા તમામ બાળકો રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે. બાળકોમાં એક ૧૨ વર્ષનો અને અન્ય બાળકો ૧૫ થી ૧૬ વર્ષની વયના છે. બાળકો પાસે સવારે ૭.૦૦ થી રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધી કામ લેવામાં આવતુ હતું. બાળકોને રહેવા જમવા સાથે વેતન રૂપે ૬ થી સાત હજાર જેવી મામુલી રકમ આપવામાં આવતી હતી.

બાળ કલ્યાણ સમિતિ – CWC(Child Welfare Committee)ના આદેશ મુજબ તમામ બાળકોને કતારગામના બાળાશ્રમ સ્થિત વી.આર.પોપવાલામાં લઈ જવામાં આવ્યા છે. તમામ બાળકોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version