ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
કેન્દ્ર સરકારે 15થી 18 વર્ષના બાળકોને ત્રીજી જુલાઈ 2022થી વૅક્સિન આપવાની જાહેરાત કરી છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ પણ આ એજ ગ્રુપને બાળકોને વૅક્સિન આપવાની તૈયારી કરી લીધી છે. બાળકો માટે સ્કૂલ-કોલેજના પરિસરમાં જ વૅક્સિનેશન સેન્ટર ચાલુ કરવામાં આવવાના છે. તેથી આધારકાર્ડ નહીં હોય તો પણ સ્કૂલ-કોલેજના આઈ-કાર્ડ પર વૅક્સિન લઈ શકાશે એવી જાહેરાત સરકારે કરી છે. તેથી હજારો વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
મુંબઈમાં 15થી 18 વર્ષની એજ ગ્રુપના 9,22,516 બાળકો છે. તેમના આધારકાર્ડ નહીં હોય તો પણ કોલેજ અને સ્કૂલના આઈકાર્ડ પર તેમને વૅક્સિન આપવામાં આવશે એવું પાલિકાએ કહ્યું હતું. તેમ જ વૅક્સિન માટે રજિસ્ટ્રેશન નહીં હોય તો પણ વોક-ઈન જઈને નજીકના સેન્ટરમાં વૅક્સિન લઈ શકાશે.
વૅક્સિનેશન ઝડપથી થાય તે માટે દરેક વોર્ડના કોલેજ પાસે વૅક્સિનેશન સેન્ટરમાં પૂરતા વૅક્સિનના ડોઝ રાખવામાં આવશે એવી જાહેરાત પણ પાલિકાએ કરી છે.