News Continuous Bureau | Mumbai
ચીનમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ભાવનગરનો ચીનથી આવેલો યુવક પોઝિટીવ આવ્યો છે. જેનો રીપોર્ટ પરીક્ષણ માટે મોકલાયો છે. કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદમાં ઓમિક્રોન પોઝિટવ કેસ આવ્યો છે ત્યારે રાજકોટમાં વિદેશથી આવેલી મહિલા પણ પોઝિટીવ આવી છે. ચીન સહીતના દેશોમાં કોરોનાના કેસો વધતા વિશ્વમાં ચિંતા વ્યાપી છે ત્યારે ગુજરાત અને ભારતમાં પણ કોરોનાના નવા વેરીયન્ટ અગાઉ સામે આવ્યા હતા. ત્યારે પોઝિટીવ દર્દીઓ પણ સામે આવી રહ્યા છે.
જેમનું ટેસ્ટિંગ બાદ રીપોર્ટનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાના કેસો સામે આવતા જ હેલ્થ વિભાગ પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. બીએફ-7નો રીપોર્ટ અંગે ગાંધીનગરની લેબમાં પરીક્ષણ પણ કરવામાં આવશે.
અમદાવાદમાં 57 વર્ષીય પુરુષનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદના ગોતા વિસ્તારના 57 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા બાદ કોરોનાના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે. ત્યારે તંત્ર વધુ સતર્ક બન્યું છે અને તમામ હોસ્પિટલોમાં સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે. સાવચેતી તરીકે એલર્ટ મોડ પર તંત્ર જોવા મળી રહ્યું છે. આ સાથે રાજ્યના તમામ PHC, CHC કેન્દ્રોને તૈયાર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: ચિકન ટીક્કા મસાલાની શોધ કરનાર સ્કોટિશ શેફનું અવસાન, 48 કલાક માટે બંધ આ રેસ્ટોરન્ટ
રાજકોટમાં વિદેશથી આવેલી યુવતીનો પણ ટેસ્ટ પોઝિટિવ આવતા ચિંતા વધી છે. રાજકોટમાં ફરી ફેલાતા કોરોનાના કારણે લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિદેશથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઓસ્ટ્રેલિયાથી આવી રહેલી એક યુવતીને ચેપ લાગ્યો છે. તમામ વિદેશથી આવેલાના રીપોર્ટ BF.7ના નવા વેરિઅન્ટનો રિપોર્ટ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આ સાથે પરિવારજનોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
ખાસ કરીને ચીનમાં કોરોનાના કેસો સૌથી વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે ભાગવનગરથી આવેલા યુવકનો રીપોર્ટ પોઝિટીવ આવતા ચિંતા પણ વધી છે. જેથી તંત્ર પણ દોડતું થયું છે. જો કે, રેપિડ ટેસ્ટ કરાતા યુવક પોઝિટીવ આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: રોબોટ્સ ફિલ્મી સ્ટાઈલમાં ઘરે પહોંચાડી રહ્યાં છે ભોજન, Uber Eatsએ શરૂ કરી સર્વિસ