ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 જુન 2020
ચીનને પોતાની સીમાઓને વિસ્તારવાની ભૂખ રહી છે. દાયકાઓથી ચીનની કૂટનીતિ છે કે દસ વર્ષ પછી જે જોઈતું હોય તેનું આયોજન આજથી શરૂ કરી દો. જેનો ખ્યાલ હવે ભારતને આવી રહ્યો છે. આજે ચીને ભારતને ચારેતરફથી ઘેરી લીધું છે. તેને પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર (બર્મા), માલદીવ, બાંગલાદેશ સહિતના પાડોશી દેશો ચીન ના ઈશારે નાચી રહ્યા છે. આવો વિગતવાર જાણીએ. @પાકિસ્તાન:- પાકિસ્તાન એટલે ચીનનો ખંડિયો દેશ. ચી ન પાક. વચ્ચે ઈકોનોમિક કોરિડોર અને ગવાદર બંદર પર કબજો કરી પાકિસ્તાનને ઓશિયાળું બનાવી દીધું છે..
@ નેપાળમાં:- નેપાળમાં માળખાગત સુવિધાનો વિકાસ કરવો ચીનના હાથમાં છે. હજુ દોઢ દાયકા પહેલા જગતના એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર ગણાતા નેપાળમાં ચીન પ્રેરિત માઓવાદીઓ ઉઘાડેછોગ, નેપાળને ભારતવિરોધી બનાવી ચુક્યું છે.
@ બાંગ્લાદેશ:- બાંગ્લાદેશ ચીનના જોરે નાચી રહ્યું છે. બાંગ્લાદેશમાં ભારત વિરોધી પરિબળો પૂરતી સંખ્યામાં અને પૂરતા શક્તિશાળી છે. જેને પાકિસ્તાન અને ચીન હંમેશા ચડાવતું રહે છે.
@ શ્રીલંકા:- શ્રીલંકાને ચીને તગડી ઉધારી લોન આપીને શ્રીલંકાના હમબંટોટા બંદરને 99 વર્ષ માટે લીઝ પર લઈ પોતાનો કબજો જમાવી દીધો છે. આ ઉપરાંત એરપોર્ટ, પાવર પ્લાન્ટ, ડેમ સહિત જંગી રોકાણ કરી રહ્યું છે.
@ માલદીવ:- માલદીવ 38 થી વધુ નાના મોટા ટાપુનું બનેલું રાષ્ટ્ર છે. જેની ત્રણે બાજુ ભારતને અડીને આવતી સમુદ્ર કિનારાની સીમાઓ છે. જ્યાં ચીને 16 ટાપુ પર કબજો કરી દરિયાઈ ચોકી સ્થાપી દીધી છે. જેથી ભારત પર દરિયાઈ રસ્તે હુમલો કરી શકાય……
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com