Site icon

CISFs Shri Anna triumph: CISF ના ‘શ્રી અન્ના’ અભિયાનને મળી રફ્તાર: CISF ના NTPC કવાસ યુનિટની મેસમાં ૩૦ % શ્રી અન્નનો ઉપયોગ કરી રહ્યા છે ૧૪૦ કર્મચારીઓ

CISFs Shri Anna triumph: CISF કર્મચારીઓના ભોજનમાં મિલેટ્સ ૩૦ % શ્રી અન્નના ઉપયોગને પ્રોત્સાહન

CISFs Shri Anna triumph CISF sets benchmark in Millet Mission, crosses 30% 'Shri Anna' inclusion in daily diet

CISFs Shri Anna triumph CISF sets benchmark in Millet Mission, crosses 30% 'Shri Anna' inclusion in daily diet

News Continuous Bureau | Mumbai

CISFs Shri Anna triumph: CAPF માં દળના કર્મચારીઓની સ્વસ્થ જીવનશૈલી માટે ગૃહ મંત્રાલયના શ્રી અન્ન મિશનને વેગ મળી રહ્યો છે. CISF કર્મચારીઓના ભોજનમાં મિલેટ્સ ૩૦ % શ્રી અન્નના ઉપયોગને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ ‘શ્રી અન્ના’ અભિયાન શરૂ કરી દેશભરમાં તેના ૪૩૭ એકમોમાં મિલેટ્સ (શ્રી અન્ન) ના ૩૦ % ઉપયોગના લક્ષ્યને હાંસલ કરી લીધું છે. CISF ના NTPC કવાસ યુનિટની મેસના ભોજનમાં ૩૦ % શ્રી અન્નનો ઉપયોગ થઈ રહ્યો છે. અહીં ૧૪૦ કર્મચારીઓ દૈનિક આહારમાં ૩૦ ટકા મિલેટ્સ આરોગે છે.

Join Our WhatsApp Community

ભારતના પ્રયાસોથી UNO- સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ ૨૦૨૩ ને ‘આંતરરાષ્ટ્રીય શ્રી અન્ન વર્ષ’ જાહેર કર્યું હતું. જેના ભાગરૂપે ગૃહ મંત્રાલયે મે-૨૦૨૩ માં તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના દૈનિક આહારમાં મિલેટ્સને સામેલ કરી ૨૦૨૪-૨૫ માટે જવાનોના દૈનિક આહારમાં ૩૦ % શ્રી મિલેટ્સનો લક્ષ્યાંક રાખ્યો હતો. CISF ના દૈનિક રોલ કોલ, બ્રીફિંગ, સૈનિક સંમેલન અને અન્ય બેઠકોમાં જવાનોને શ્રી અન્નના લાભો વિશે સતત જાગૃત્ત કરવામાં આવ્યા. પરિવારજનો પણ મિલેટ્સ નિયમિત આરોગે એ માટે પ્રોત્સાહિત કરાયા છે. CISF દ્વારા “શ્રી અન્ન સારથિ- સ્વાદ અને સંસ્કૃતિનો સંગમ’ નામની પુસ્તિકા, ડિજિટલ આવૃત્તિ પ્રકાશિત કરી તેમાં મિલેટ્સ વાનગીઓની રેસિપી અપાઈ છે. મિલેટ્સ ઉત્પાદનો હવે સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Air India flight : મોટી ઘાત ટળી.. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ; મુસાફરો અટવાયા..

CISF ના તમામ રસોઈયાઓને શ્રી અન્ન વાનગીઓ બનાવવા તાલીમબદ્ધ કરાયા છે. ડાયેટિશિયન અને ડોકટરો દ્વારા ૧૧૧૦ સેમિનાર, વેબિનારો અને વર્કશોપ સાથે ૬૬૨ વ્યાખ્યાનો, ૩૩૫ થી વધુ પ્રદર્શનો, શ્રી અન્ન મેળા યોજી જાગૃત્ત કરાયા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Exit mobile version