ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 જુન 2020
પ્રતિવર્ષ મુંબઈમાં કુલ વરસાદનો સરેરાશ 21 ટકા જેટલો વરસાદ જૂન મહિનામાં પડતો હોય છે પરંતુ આ વર્ષે માત્ર 19 ઈંચ વરસાદ પડ્યો છે. જે પાછલા પાંચ વર્ષમાં સૌથી ઓછો નોંધાયો છે. જોકે, હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી જુલાઈ-ઓગસ્ટમાં ઘણો સારો વરસાદ પડશે. આમ તો ગઈ 14 જુનથી મુંબઈમાં ચોમાસાનું વિધિવત આગમન થઇ ગયું છે. ત્યાર બાદ વચ્ચે વચ્ચે વરસાદ બંધ થઇ ગયો અથવા તો બહુ ઓછો વરસ્યો છે. ઓછા વરસાદને કારણે દર વર્ષે જૂન મહિનામાં જેટલો વરસાદ થતો હોય છે એટલો આ વર્ષે થયો નથી. સામાન્ય રીતે જૂન મહિનામાં વરસાદ અંદાજે 25 ઈંચ થી વધારે નોંધાતો હોય છે. સાંતાક્રુઝમાં આ વર્ષે 23 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કોલાબામાં 21.5 ટકા જેટલો વરસાદ થયો છે.
હવામાન ખાતાના છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર નાખીએ તો મુંબઈમાં જૂન મહિનામાં
# 2019 માં 20 ઇંચ
# 2018માં 31 ઇંચ
# 2017માં 21 ઈંચ
# 2016માં 27 ઇંચ અને
# 2015 માં 1106.7 મીમી વરસાદ થયો હતો…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com