Site icon

Fatehpur: યુપીના ફતેહપુરમાં મકબરાને લઈને થયો મોટો વિવાદ, હિન્દુ સંગઠનો દ્વારા તેને મંદિર ગણાવી પૂજા કરવાની કોશિશ કરાઈ

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં નવાબ અબ્દુલ સમદના મકબરાને લઈને તણાવ વધ્યો છે. હિન્દુ સંગઠનો દ્વારા તેને મંદિર ગણાવી પૂજા કરવાની કોશિશ કરાઈ, જેના કારણે તોડફોડ અને પથ્થરમારા જેવી ઘટનાઓ બની.

યુપીના ફતેહપુરમાં મકબરાને લઈને થયો મોટો વિવાદ

યુપીના ફતેહપુરમાં મકબરાને લઈને થયો મોટો વિવાદ

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં નવાબ અબ્દુલ સમદના મકબરાને લઈને વિવાદ ખૂબ વધી ગયો છે. હિન્દુ સંગઠનો દ્વારા સોમવારે આ મકબરાને તોડવાની કોશિશ કરવામાં આવી હતી અને તેમનો દાવો છે કે આ જગ્યાએ હજારો વર્ષો પહેલા ભગવાન શિવ અને શ્રીકૃષ્ણનું મંદિર હતું. આ વિવાદને જોતા પ્રશાસને મકબરાની સુરક્ષા માટે બેરિકેડિંગ લગાવી હતી, પરંતુ મોટી ભીડ સામે આ વ્યવસ્થા નિષ્ફળ રહી હતી.

Join Our WhatsApp Community

વિવાદની શરૂઆત: શું મકબરાની જગ્યાએ હતું શિવ મંદિર?

આ સમગ્ર વિવાદ શિવ મંદિર અને મકબરાને લઈને છે. હિન્દુ સંગઠનોએ મકબરાની જગ્યાએ શિવ અને શ્રીકૃષ્ણનું મંદિર હોવાનો દાવો કર્યો છે. આ દાવા બાદ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના લોકો મકબરામાં પૂજા કરવા માટે એકઠા થયા હતા. પ્રશાસન આ લોકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ ભીડ વધુ હોવાને કારણે તેમને સફળતા મળી નહોતી. બીજેપીના જિલ્લાધ્યક્ષ મુખલાલ પાલે આ મકબરાને એક હજાર વર્ષ જૂનું ઠાકોરજી અને શિવજીનું મંદિર ગણાવ્યું હતું.

મકબરામાં તોડફોડ અને પોલીસ સાથે ઘર્ષણ

હિન્દુ સંગઠનોએ મકબરામાં કમળનું ફૂલ અને ત્રિશૂળના નિશાનને મંદિર હોવાના પુરાવા ગણાવ્યા છે. તેમણે પ્રશાસનને અપીલ કરી હતી કે તેમને મંદિરમાં પૂજા કરવા દેવામાં આવે, કારણ કે તે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ દરમિયાન જિલ્લા પ્રશાસને મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઘટના સ્થળે પોલીસ ફોર્સ ને તૈનાત કરવામાં આવ્યા હતા. મકબરા પરિસરમાં ઘૂસીને હિન્દુ સંગઠનોના લોકોએ અંદર બનેલી મજાર પર તોડફોડ પણ કરી હતી, અને આ દરમિયાન તેમની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો : War 2: ‘વોર 2’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મમાં થયા મોટા ફેરફાર, રિતિક ની મુવી ના આ સીન પર પણ લાગ્યો કટ!

મુસ્લિમ પક્ષ દ્વારા પથ્થરમારો અને તણાવપૂર્ણ વાતાવરણ

મકબરા પરિસરમાં બનેલી મજારને હિન્દુ સંગઠનોએ નુકસાન પહોંચાડ્યા બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. મુસ્લિમ સમુદાયના લોકો પણ ઘટનાસ્થળે એકઠા થયા અને બીજી તરફથી પથ્થરમારો પણ થયો. ત્યારબાદ જિલ્લા કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, રાષ્ટ્રીય ઓલમા કાઉન્સિલના મોહમ્મદ નસીમે આ ઘટનાને વખોડી કાઢી હતી અને કહ્યું હતું કે અબ્દુલ સમદનો મકબરો સદીઓ જૂનો છે અને સરકારી દસ્તાવેજોમાં પણ તેનો ઉલ્લેખ છે. તેમણે ફતેહપુરનું વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

India-Russia Oil Deal: રશિયન તેલ પર 500% ટેરિફની ટ્રમ્પની ધમકી સામે ભારતની લાલ આંખ, રાષ્ટ્રીય હિત માટે નમવાની ચોખ્ખી ના
Venezuela Oil India: ભારત માટે ખુલી શકે છે વેનેઝુએલાના તેલના દ્વાર, ટ્રમ્પ પ્રશાસન મંજૂરી આપવા તૈયાર, પણ રાખવામાં આવી આ મોટી શરત!
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
Exit mobile version