ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑગસ્ટ, 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં હવે A અને B કૅટેગરીમાં આવતા સરકારી અધિકારીઓના વારસદારોને પણ હવે સરકારી નોકરી મળશે. હાલ ફક્ત C અને D ક્લાસના અધિકારી અને કર્મચારીઓ માટે જ અનુકંપા નોકરી ધોરણ અમલમાં છે, જે અંતર્ગત તેમના વારસોને તેમના મૃત્યુ બાદ સરકારી નોકરી મળે છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સામે ફરી એક પ્રધાનમંડળ થયું નારાજ, જાણો કેમ?
મંગળવારે થયેલી કૅબિનેટ બેઠકમાં આ મુદ્દે સરકારે ચર્ચા કરી હતી. બહુ જલદી એના પર નિર્ણય લેવામાં આવવાનો છે. સરકારી નોકરીમાં રહેલા અધિકારીઓ મૃત્યુ પામે અથવા ગંભીર બીમારી અને ઍક્સિડન્ટને કારણે સરકારી નોકરી કરવામાં અસમર્થ જાહેર થવાથી તેમને નોકરીમાંથી રિટાયર્મેન્ટ લેવું પડે છે. આવા સંજોગોમાં તેમના પરિવારને આર્થિક મદદ મળે એ ઉદેશ્યથી 1976ની સાલથી અનુકંપા ધોરણે કર્મચારીના વારસને નોકરી આપવામાં આવે છે.